બેડમિન્ટન : સમીર વર્મા મલેશિયા ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારતા બહાર

મુંબઈ | Apr 02, 2019, 21:09 IST

ભારતના યુવા ખેલાડી સમીર વર્મા મલેશિયા ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તે પહેલા રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે.

બેડમિન્ટન : સમીર વર્મા મલેશિયા ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારતા બહાર
સમીર વર્મા (PC : Google)

મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતને લઇન ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના યુવા ખેલાડી સમીર વર્મા મલેશિયા ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તે પહેલા રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો હતો. સમીરે તેને 65 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં  20-22, 23-21, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ જુઓ : IPL 2019:કોહલી, રૈના સહિતના ખેલાડીઓ તૈયાર છે રનનો વરસાદ કરવા

પ્રણવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીએ મિક્સ્ડ ડબલ્સમાં આયર્લેન્ડે સૈમ મૈગી અને ચોલે મૈગીને
22-20, 24-22થી પરાજય આપ્યો હતો. ભારતીય શટલર સમીરે પ્રથમ ગેમ  22-20થી હારી ગયો પરંતુ તેણે બીજી ગેમમાં વિરોધી ખેલાડીને પડકાર આપતા 23-21થી જીત મેળવી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં તેનો 12-21થી પરાજય થયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK