Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2020 29 માર્ચથી શરૂ થશે, શરૂઆતમાં વિદેશી ખેલાડીઓ નહીં જોડાય

IPL 2020 29 માર્ચથી શરૂ થશે, શરૂઆતમાં વિદેશી ખેલાડીઓ નહીં જોડાય

31 December, 2019 03:13 PM IST | Mumbai
Adhirajsinh Jadeja | feedbackgmd@mid-day.com

IPL 2020 29 માર્ચથી શરૂ થશે, શરૂઆતમાં વિદેશી ખેલાડીઓ નહીં જોડાય

આઇપીએલ 2020

આઇપીએલ 2020


IPL 2020 સિઝન આગામી 29 માર્ચથી શરૂ થશે તેવું હાલ જાહેર થયું છે. પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે તેવી વર્તા પણ બહાર આવી છે. જો આઈપીએલ 29મી માર્ચના રોજ શરૂ થાય તો લોકોમાં જે વિદેશી ખેલાડીઓનું આકર્ષણ હોય તે નહિવત રહેશે. કારણકે 29 માર્ચનાં રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝનો ટી-૨૦ મેચ રમાડાશે. જયારે ૩૧મી માર્ચના રોજ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ રહેશે. ત્યારે હાલની પરિસ્થિતિ પર જો નજર ફેરવવામાં આવે તો ૨૯ માર્ચથી આઈપીએલ જો શરૂ થાય તો વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં ભાગ પહેલા ત્રણ દિવસ માટે નહીં લઈ શકે જેનાથી લોકોને પણ જે ઉત્સાહ હોય તેમાં ઘટાડો જોવા મળશે.

દુનિયાની પ્રતિષ્ઠિત ટી૨૦ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગના ૨૦૨૦ સંસ્કરણની શરૂઆત ૨૯ માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની કેપ્ટનશિપવાળી વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પોતાના ઘરમાં ટાઈટલ જાળવી રાખવાના પોતાના અભિયાનની શરૂઆત કરશે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું કે, આઈપીએલની શરૂઆતની તારીખ ૨૯ માર્ચ નક્કી કરી દેવાઈ છે.અધિકારીએ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે, આઇપીએલ ૨૦૨૦ એડિશનની શરૂઆત ૨૯ માર્ચના રોજ થશે. આનો મતલબ એ છે કે, શરૂઆતમાં મેચ રમનારી કેટલીક ટીમો સાથે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડના કેટલાક ખેલાડીઓ જોડાઈ નહીં શકે. આનું કારણ એ છે કે, તે સમયે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ ચાલી રહી હશે અને આ જ રીતે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ ટેસ્ટ સીરિઝ રમી રહી હશે, જે ૩૧ માર્ચે પૂરી થશે.

આ પણ જુઓ : IPL Auction 2020: જાણો અહીં કઇ ટીમે ક્યા ખેલાડી અને કેટલામાં ખરીદ્યા

એક ફ્રેન્ચાઈઝીના સીનિયર અધિકારીએ આના પહેલા કહ્યું હતું કે
, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ફરી એકવાર જૂના ફોર્મેટના આધારે ડબલ હેડરનું આયોજન કરશે અને આ ટૂર્નામેન્ટ ૧ એપ્રિલથી શરૂ થશે. ગવર્નિંગ કાઉન્સિલ આ સિઝનમાં વધુમાં વધુ ડબલ હેડર કરાવવાના પક્ષમાં છે કારણ કે, તેનું માનવું છે કે, આનાથી દર્શકોને સારો વ્યૂઈંગ ટાઈમ મળશે. અધિકારીએ કહ્યું કે, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ ૨૯ માર્ચના રોજ પૂરી થશે. બીજી તરફ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ ટેક્નિકલ રીતે ૩૧ માર્ચે ખતમ થશે. આવામાં ૪ ટીમોના મોટા પ્લેયર્સ શરૂઆતી મેચોમાં ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે તે અઘરું છે. આઈપીએલ ૨૦૨૦ ક્યારથી શરૂ થશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પણ હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ જ આઈપીએલ ૨૦૨૦ની તારીખ લીક કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ જણાવ્યું કે, આઈપીએલ ૨૦૨૦નો પ્રારંભ ૨૯ માર્ચથી થશે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 03:13 PM IST | Mumbai | Adhirajsinh Jadeja

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK