Vietnam Open નું ટાઇટલ જીતી ભારતના સૌરભ વર્માએ બેડમિન્ટન ક્ષેત્રે ઇતિહાસ રચ્યો

Mumbai | Sep 15, 2019, 19:50 IST

બેડમિન્ટન સ્ટાર એવા સૌરભ વર્માએ શાનદાર પ્રદર્શન કરતા ફરી ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કર્યું છે. સૈરભ વર્માએ ચીનના સુન ફી ઝીયાંગને 21-12, 17-21, 21-14થી હરાવી રવિવારે વિયતનામ ઓપન બીડબ્લ્યુએફ ટૂર સુપર 100 જીત્યો હતો.

ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્મા
ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્મા

Mumbai : ભારતના યુવા બેડમિન્ટન સ્ટાર એવા સૌરભ વર્માએ શાનદાર પ્રદર્શન કરતા ફરી ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કર્યું છે. સૈરભ વર્માએ ચીનના સુન ફી ઝીયાંગને 21-12, 17-21, 21-14થી હરાવી રવિવારે વિયતનામ ઓપન બીડબ્લ્યુએફ ટૂર સુપર 100 જીત્યો હતો. 11-4ની લીડ મેળવ્યા પછી સૌરભે 21-12થી પહેલી ગેમ જીતી હતી.બીજી ગેમમાં ચીનના ખેલાડીએ કમબેક કરીને મેચ જીવંત રાખી હતી, ત્યાર પછી બીજા ક્રમાંકિત ભારતીય ખેલાડીએ અંતિમ ગેમને 21-14થી જીતીને ટાઇટલ જીત્યું હતું.


સૌરભે જાપાનના મિનોરોને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
સૌરભવર્માએ આ પહેલા જાપાનના મિનોરો કોગાને 22-20, 21-15થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજા ક્રમાંકિત સૌરભે 51 મિનિટની સેમિફાઇનલ મુકાબલામાં વર્લ્ડ નંબર 112 મિનોરુને પરાજિત કર્યો હતો. નેશનલ ચેમ્પિયન સૌરભે ગયા વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપન ટાઇટલ જીત્યા હતા.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

ફાઇનલ મેચ ઘણી રસપ્રદ રહી હતી
સૌરભે ત્રીજી અને નિર્ણાયક ગેમમાં પોતાની ભૂલનું પુનરાવર્તન ન કર્યું. મુકાબલો કાંટાનો રહ્યો હતો.પણ બેડમિન્ટન સ્ટાર સૌરભ વર્માએ પોતાનો સંયમ ન ગુમાવતા ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે આ ત્રીજી ટક્કર હતી. આ પહેલા રમાયેલી બંન્ને મેચ પણ સૌરભે પોતાના નામે કરી હતી. સૌરભે જિયાંગને આ વર્ષે હૈદરાબાદ ઓપન અને કોરિયા ઓપનમાં હરાવ્યો હતો. ભારતીય ખેલાડીનું આ ચોથુ બીડબ્લ્યૂએફ સુપર 100 ટાઇટલ છે. તેણે પાછલા વર્ષે ડચ ઓપન અને રૂસ ઓપનનું પણ ટાઇટલ જીત્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK