ઓલિમ્પિક હોકી ટેસ્ટમાં ભારતે 5-0થી ન્યુઝીલેન્ડને હરાવી ટુર્નામેન્ટ પર કબ્જો કર્યો

Updated: Aug 21, 2019, 15:05 IST | Mumbai

ઓલિમ્પિક હોકી ટેસ્ટમાં ભારતીય પુરૂષ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇતિહાસ રચી લીધો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે બુધવારે ટોક્યોમાં રમાયેલી ફાઇનલ મેચમાં 5-0થી ન્યુઝીલેન્ડને ટુર્નામેન્ટ પર કબ્જો મેળવી લીધો છે.

Mumbai : ઓલિમ્પિક હોકી ટેસ્ટમાં ભારતીય પુરૂષ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇતિહાસ રચી લીધો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે બુધવારે ટોક્યોમાં રમાયેલી ફાઇનલ મેચમાં 5-0થી ન્યુઝીલેન્ડને ટુર્નામેન્ટ પર કબ્જો મેળવી લીધો છે. ભારતીય ટીમ તરફથી હરમનપ્રિતસિંહ,શમશેર સિંહ, નિલકંતા શર્મા, ગુરસહીબજીત અને મંદીપે સિંહે ગોલ કર્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડે ડિફેન્સ સાથે મેચની શરૂઆત કરી હતી અને બંને ટીમ મિડફિલડ રિજનથી આગળ બોલને જવા દેતા ન હતા. ભારતને સાતમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ટીમ કન્વર્ટ કરવામાં સફળ રહી ન હતી.


સુકાની હરમનપ્રિતે શાનદાર પ્રદર્શન કર્યું
ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાના સુકાની હરમનપ્રિતે બીજી વાર પેનલ્ટી કોર્નર પર તકનો ભરપૂર ફાયદો ઉઠાવીને ભારતનું ખાતું ખોલ્યું હતું. તેણે ડ્રેગ ફ્લિકથી ગોલ કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં 1-0ની લીડ પછી 18મી મિનિટે શમશેરસિંહે બીજા પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કર્યો હતો. ભારતીય ટીમે મેચમાં કિવિઝને ગોલ કરવા માટે એક પણ તક આપી ન હતી. ભારતીય ટીમે પોતાનો આક્રમક અંદાજ ચાલુ રાખતા બીજા ત્રણ ગોલ કરી દીધા હતા. નિલકંતાએ 22મી મિનિટે ગોલ કર્યો હતો, જયારે તે પછી ગુરસહીબજીત અને મંદીપે સિંહે 26મી અને 27મી મિનિટે ગોલ કર્યા હતા. હાલ્ફ ટાઈમ પર ભારત 5-0થી આગળ હતું.


આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

પહેલા હાફ બાદ બંને ટીમોની રમત ધીમી થઇ ગઈ હતી. કિવિઝે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા. 37મી મિનિટમાં જર્મનપ્રિત સિંહે કિવિઝનો પેનલ્ટી કોર્નર બચાવીને તેમને ખાતું ખોલતા રોક્યા હતા. તે પછી તેઓ કોઈ પડકાર આપી શક્યા ન હતા અને ભારતે 5-0થી કિવિઝને હરાવ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK