Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ ગુજરાતી ક્રિકેટરે હાથમાં બનાવ્યું સિંહનું ટેટું, લાખો લોકોએ કર્યું પસ

આ ગુજરાતી ક્રિકેટરે હાથમાં બનાવ્યું સિંહનું ટેટું, લાખો લોકોએ કર્યું પસ

28 July, 2019 06:06 PM IST | Mumbai

આ ગુજરાતી ક્રિકેટરે હાથમાં બનાવ્યું સિંહનું ટેટું, લાખો લોકોએ કર્યું પસ

આ ગુજરાતી ક્રિકેટરે હાથમાં બનાવ્યું સિંહનું ટેટું, લાખો લોકોએ કર્યું પસ


Mumbai : ભારતીય અને ગુજરાતી ક્રિકેટર એવો હાર્દિક પંડ્યા કોઇને કોઇ કારણોથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બને છે.વર્લ્ડ કપ દરમ્યાન પણ તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ અત્યારે જે કારણથી તે ચર્ચામાં છે તેનાથી તેના ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે આ ચર્ચા પાછળ પણ વર્લ્ડ કપનું નામ પાછળ જોડાયેલું જ છે.

સિંહના ટેટુના કારણે હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયામાં છવાયો છે
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કરાવેલા નવા ટેટુના કારણે તે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હાર્દિક પંડ્યાએ તેના હાથમાં સિંહનું ટેટું કરાવ્યું છે. આ ટેટુનો ફોટો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જોકે મળતી માહિતી મુજબ તેણે આ ટેટું વર્લ્ડ કપ દરમ્યાન જ ઇંગ્લેન્ડમાં કરાવ્યો હતો. તે જ્યારે ભારતીય ટીમમાંથી ઇજાના કારણે બહાર ચાલી રહ્યો હતો તે દરમ્યાન તેણે સમય કાઢીને પોતાના હાથ પર આ સિંહનો ટેટું બનાવડાવ્યું હતું.

 
 
 
View this post on Instagram

? ? ? ? ??

A post shared by Hardik Pandya (@hardikpandya93) onJul 24, 2019 at 10:21pm PDT






હાર્દિકે ઇન્સ્ટેગ્રામ પર શેર કર્યો ફોટો

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટેટૂની તસવીર શેર કર્યા બાદ અત્યાર સુધીમાં તેને 10 લાખ કરતા વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. હાર્દિક પંડ્યાને ફેન્સ તેની આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

વેસ્ટ ઇન્ડિઝ સીરિઝમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ સમયે ભારતીય ક્રિકેટ બોર્ડે આરામ આપ્યો છે. પરંતુ આ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમ્યાન બોર્ડે તેના ભાઈ ક્રુણાલ પંડ્યાને તક આપી છે અને આ વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટી20 ટીમમાં તેને ટીમમાં સ્થાન આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 06:06 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK