Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > FIFA વર્લ્ડ કપ 2022 ક્વોલિફાયરમાં ભારતીય ટીમને આસાન ડ્રો મળ્યો

FIFA વર્લ્ડ કપ 2022 ક્વોલિફાયરમાં ભારતીય ટીમને આસાન ડ્રો મળ્યો

24 July, 2019 03:47 PM IST | Mumbai

FIFA વર્લ્ડ કપ 2022 ક્વોલિફાયરમાં ભારતીય ટીમને આસાન ડ્રો મળ્યો

ભારતીય ફુટબોલ ટીમ

ભારતીય ફુટબોલ ટીમ


Mumbai : FIFA ફુટબોલ વર્લ્ડ કપ 2022 ના ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં ભારતીય ટીમને સરળ ડ્રો મળી ગયો છે. જેમાં તેની સાથે કતર, ઓમાન, અફઘઆનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ છે. અહીં એશિયન ફુટબોલ મહાસંઘના મુખ્યાલય પર કરવામાં આવેલા ડ્રોમાં એશિયાની 40 ટીમોને પાંચ-પાંચ ટીમોના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજાના મેદાન પર પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા રાઉન્ડ રોબિન મુકાબલો રમશે.

ગ્રુપની 8 વિજેતા ટીમો અને ચાર સર્વશ્રેષ્ઠ રનર-અપ
2022 વિશ્વ કપ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં અને 2023 એએફસી એશિયન કપ ફાઇનલમ્સમાં રમશે જે ચીનમાં આયોજીત થશે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી શકે છે. ફાઇનલમાં રાઉન્ડમાં પહોંચવા માટે તેણે ઓમાન અને કતર વિરુદ્ધ પણ સારૂ પ્રદર્શન કરવું પડશે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ઓમાન અને ભારત વચ્ચે એશિયન કપની મેચ ગોલરહિત ડ્રો રહી હતી. ભારતીય કોચ ઇગોર સ્ટિમકે તેને મુશ્કેલ પડકાર ગણાવતા કહ્યું
, 'યુવા ટીમ માટે આ સરળ પડકાર નથી. અમને મુશ્કેલ ગ્રુપ મળ્યું છે. અમે કોઈ ટીમને હળવાશમાં લેવાનો પ્રયત્ન કરશું નહીં.'


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:47 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK