Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાયોપિકમાં કોહલી ભજવવા માગે છે પોતાનું પાત્ર, અનુષ્કા માટે કરી આ વાત

બાયોપિકમાં કોહલી ભજવવા માગે છે પોતાનું પાત્ર, અનુષ્કા માટે કરી આ વાત

18 May, 2020 03:53 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાયોપિકમાં કોહલી ભજવવા માગે છે પોતાનું પાત્ર, અનુષ્કા માટે કરી આ વાત

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા


વિરાટ કોહલી અને સુનીલ છેત્રી રવિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક રસપ્રદ લાઇવ ચેટ કરતા હતા. તેમણે સિનેમાથી લઈને સંબંધો સુધી દરેક વિષય પર ચર્ચા કરી. જ્યારે ચર્ચામાં સુનીલ છેત્રીએ કોહલીને પૂછ્યું કે તે પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે?

આ અંગે વિરાટે તરત જ કહ્યું, "મને પોતાને. મને નથી લાગતું કે કોઇપણ મને એ રીતે ભજવી શકે છે જેવી રીતે હું કરું છું. હું પોતે ફિલ્મમાં હોઇશ અને તેમાં અનુષ્કા પણ હશે." આ બાબતે સુનીલ છેત્રીએ જવાબ આપ્યો કે, "હું માનું છું કે તમે એવું કરી શકો છો કારણકે લોકોને ખબર નહીં હોય કે તમે કેટલી મસ્તી-મજાક કરતા હોવ છો અને તમે અભિનય પણ કરી શકો છો." વિરાટ કોહલીએ કહ્યું કે, "આ ખોટી ધારણાં છે કે હું અભિનય કરી શકું છું અને હું સીધેસીધું કહેવા માગું છું. જુઓ, હું ફુટબૉલ પણ રમી શકું છું, પણ શું એનો એ અર્થ છે તમે મને આઇએસએલ ISL(ઇન્ડિયન સુપર લીગ)માં રમવા માટે કહેશો? બિલકુલ નહીં. તે જ રીતે, હું કેમેરાનો સામનો કરી શકું છું પણ તમે તેને અભિનય ન કહી શકો."



જો કે તેણે આગળ કહ્યું કે, "પણ બાયોપિકમાં મને પોતે પ્લે કરવું છે. અને મને મારા કરતાં બહેતર કોણ પ્લે કરી શકે છે." નોંધનીય છે કે જ્યારે બે પ્રતિષ્ઠિત ભારતીય ખેલાડીઓની ચેટ થતી હોય છે તો તમને લાગે છે કે તે વાતચીત માત્ર રમત ગમત પૂરતી રાખશે. સુનીલ છેત્રીએ કોહલીને રોસ્ટ કરતા તેમના લગ્ન વિશે પૂછ્યું. તેમણે આ તથ્ય વિશે પૂછ્યું કે ઇટલીમાં લગ્ન કર્યા છતાં કેટલાક લોકોને તેમનાથી ઇર્ષ્યા થઈ ગઈ હતી કે વિરાટે અનુષ્કાને ક્યારેય પ્રપૉઝ નથી કર્યું.


છેત્રીએ કહ્યું, "હું તાજેતરમાં જ અનુષ્કા સાથે વાત કરતો હતો અને મને કંઇક ખબર પડી." આ બાબતે કોહલીએ જવાબ આપ્યો, "હું માનું છું કે જ્યારે તમે સ્વતંત્રપણે અને પ્રેમથી જીવન જીવો છો, તો તમને વેલેન્ટાઇન ડે જેવા ખાસ દિવસોની જરૂર રહેતી નથી. એ સ્વાભાવિક હતું કે અમે ક્યારેય પ્રપોઝ કરવાની કે ઔપચારિકતા ફૉલો કરવાની જરૂર નથી પડી. અમને ફક્ત એટલી ખબર હતી કે અમે લગ્ન કરવા માગતા હતા."


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 03:53 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK