IPL 2020: ક્રિકેટર પૃથ્વી શો આ સુંદર અત્રિનેત્રીને કરી રહ્યો છે ડેટ?

Published: Sep 10, 2020, 17:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ટીમ ઈન્ડિયાનો આગામી સુપરસ્ટાર પ્રાચી સિંહને ડેટ કરતો હોવાની ચર્ચા, સોશ્યલ મીડિયા પરથી લગાવી શકાય છે અંદાજ

પૃથ્વી શો, પ્રાચી સિંહ
પૃથ્વી શો, પ્રાચી સિંહ

ફક્ત 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કરીને શાનદાર સદી ફટકારનાર ક્રિકેટર પૃથ્વી શો (Prithvi Shaw)ને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. પૃથ્વીને ટીમ ઈન્ડિયાનો આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે. તેની સરખામણી સચિન તેન્ડુલકૃર અને બ્રાયન લારા જેવા દિગ્ગજો સાથે કરવામાં આવે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તે ઇજાને કારણે ક્રિકેટ ઓછું રમ્યો છે. હાલ પૃથ્વી શો આઈપીએલ 2020 માટે યૂએઈમાં છે અને દિલ્હી કેપિટલ્સ સાથે શારજાહમાં ટ્રેનિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન પૃથ્વી શો ના અંગત જીવનના એક મોટો સમાચાર આવ્યા છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પૃથ્વી શો એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. આ અભિનેત્રી છે પ્રાચી સિંહ (Prachi Singh).

પૃથ્વી શોના સોશ્યલ મીડિયા પર કેટલાક એવા કોમેન્ટ્સ જોવા મળ્યા છે જેને જોઈને અંદાજ લગાવવો સહેજ પણ મુશ્કેલ નથી કે અભિનેત્રી પ્રાચી સિંહ અને પૃથ્વી શો વચ્ચે નક્કી કઈ ચાલી રહ્યું છે. આ અભિનેત્રી મુંબઈની રહેવાસી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી-ડાન્સર પ્રાચી સિંહ અને પૃથ્વી શો વચ્ચે વધારે જ ખાસ દોસ્તી છે. તેની સાબિતી છે પૃથ્વી શોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ. પૃથ્વીની દરેક પોસ્ટ પર પ્રાચીએ કમેન્ટ કરી છે અને આ યુવા ક્રિકેટરે પણ દરેક કમેન્ટનો જવાબ આપ્યો છે. પ્રાચી સિંહની કમેન્ટ અને પૃથ્વી શોના જવાબ જોઈને સ્પષ્ટ થાય છે કે, આ દોસ્તી વધારે ખાસ છે. જોકે, હાલ એ કહેવું વહેલું ગણાશે કે બન્ને વચ્ચે પ્રેમ જેવી કોઈ વાત છે.

તમને જણાવી દઈએ કે, પ્રાચી સિંહ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં નવી આવી છે. તેણે કલર્સની પ્રખ્યાત સિરિયલ 'ઉડાન'માં કામ કર્યું છે. પ્રાચી સિંહ મૉડેલ પણ છે અને ડાન્સર પણ છે. પ્રાચી સિંહ બેલે ડાન્સમાં પણ ઉત્સાદ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK