દીકરી સાથે કુકિંગ-શો જોવાનું પસંદ કરે છે પાર્થિવ પટેલ

Published: 20th December, 2019 16:00 IST | Mumbai

પાર્થિવ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર તરફથી રમે છે તેમ જ તે કૉમેન્ટેટર તરીકે પણ કાર્યરત છે.

પાર્થિવ પટેલ
પાર્થિવ પટેલ

ભારતીય ક્રિકેટ અને વિકેટકીપર પાર્થિવ પટેલનું કહેવું છે કે તે ગુજરાતી હોવાથી ફૂડ-શો જોવાનું ખૂબ પસંદ કરે છે. આઇપીએલમાં પાર્થિવ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર તરફથી રમે છે તેમ જ તે કૉમેન્ટેટર તરીકે પણ કાર્યરત છે. પાર્થિવ હાલમાં ઇરફાન પઠાન, બ્રાયન લારા, સ્કોટ સ્ટાયરિશ અને મયંતી લૅન્ગર સાથે સ્ટાર પ્લસ પર આવી રહેલા માસ્ટર શેફ ઇન્ડિયામાં જોવા મળશે.

આ વિશે પાર્થિવે કહ્યું હતું કે
મેં માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયાઅને માસ્ટર શેફ ઇન્ડિયાની ઘણી સીઝન જોઈ છે. મારી ૮ વર્ષની દીકરીને કુકિંગ શો ખૂબ જ પસંદ છે અને એથી હું પણ તેની સાથે જોઉં છું. મેં માસ્ટર શેફ ઇન્ડિયાની તમામ સીઝન જોઈ છે અને ગુજરાતી હોવાથી અમે ફૂડી છીએ અને એ જ કારણ છે કે મને આ શો જોવાનું પસંદ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK