ઇન્ડિયન ક્રિકેટ ટીમના હિટમૅન રોહિત શર્માએ સિડનીમાં ૧૪ દિવસનો ક્વૉરન્ટીન પિરિયડ પૂરો કર્યા પછી ગઈ કાલથી
મેલબર્નમાં ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. ક્વૉરન્ટીન પિરિયડ પૂરો કરી તે બુધવારે મેલબર્ન પહોંચીને ટીમ સાથે જોડાયો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ રોહિત શર્માનો કૅચ-પ્રૅક્ટિસ કરતો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ફોટો સાથે બીસીસીઆઇએ કહ્યું કે ‘એન્જિન શરૂ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં શું જોવા મળશે એની આ એક ઝલક છે.’
ઉલ્લેખનીય છે કે આઇપીએલ બાદ રોહિત એક પણ મૅચ નથી રમ્યો અને ઈજાગ્રસ્ત હોવાને લીધે તે બૅન્ગલોરના નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં રીહૅબમાં ગયો હતો. રોહિત પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ કલકત્તામાં બંગલા દેશ સામે રમ્યો હતો જે ભારતની પહેલી પિન્ક બૉલ ટેસ્ટ હતી.
સૌરવ ગાંગુલીને થયો ફરીથી છાતીમાં દુખાવો, અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
27th January, 2021 15:49 ISTIPL 2021: 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે પ્લેયરોનું ઓક્શન
27th January, 2021 15:34 ISTટીમ ઇન્ડિયાની વૉલ ૨.૦ પૂજારા ૩૩ વર્ષનો થયો
26th January, 2021 14:10 ISTઅમને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફ્ટમાં જવાની અનુમતિ નહોતી આપવામાં આવી: અશ્વિન
26th January, 2021 14:07 IST