Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પીવી સિન્ધુ અને સાઇ પ્રણિત જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

પીવી સિન્ધુ અને સાઇ પ્રણિત જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

25 July, 2019 05:49 PM IST | Japan

પીવી સિન્ધુ અને સાઇ પ્રણિત જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

પીવી સિન્ધુ અને સાઇ પ્રણિત જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા


Japan : ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુ અને સાઇ પ્રણિત જાપાન ઓપન 2019 ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પીવી સિન્ધુ ગત ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં હારી ગઇ હતી. આમ પીવી સિન્ધુ પર આ ટુર્નામેન્ટમાં ઘણી આશાઓ રહેલી છે.


પીવી સિન્ધુએ ટોક્યોની અયા ઓહોરીને હરાવી
પીવી સિંધુએ ગુરુવારે જાપાન ઓપનની પ્રિ-ક્વોર્ટર ફાઇનલમાં ટોક્યોની અયા ઓહોરીને હરાવી હતી. તેણે ઓહોરીને 11-21, 21-10 અને 21-13થી 61 મિનિટમાં હરાવી હતી. 11-21થી પ્રથમ ગેમ ગુમાવ્યા પછી સિંધુએ શાનદાર વાપસી કરીને મેચ જીતી હતી. તે પછી તેણે નેટ પ્લે અને પોતાના આક્રમક સ્મેશથી ઓહોરીને હંફાવી હતી.


આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

પીવી સિન્ધુની ઓહોરી સામે સતત 8મી જીત છે
ટોક્યોની ઓહોરી સામે સિંધુની આ સતત આઠમી જીત છે. જાપાની શટલર સામે સિંધુએ ક્યારેય પરાજયનો સામનો કર્યો નથી. સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-2 જાપાનની અકાને યામાગુચી સામે રમશે. તેની સામેની 15માંથી 10 મેચ સિંધુ જીતી છે. જોકે ગયા અઠવાડિયે ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં સિંધુએ હારનો સામનો કર્યો હતો.




આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

સાઇ પ્રણિતે જાપાનના સ્થાનીક ખેલાડી સુનેમયાને માત આપી
વર્લ્ડ નંબર 23 સાઈ પ્રણિતે જાપાનના સ્થાનીક ખેલાડી કાંતા સુનેમયાને હરાવીને ક્વોર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પ્રણિતે આજે સારી લય દાખવી હતી અને સીધી ગેમોમાં 21-13, 21-16થી મેચ જીતી હતી. તેનો ક્વોર્ટર ફાઇનલમાં ટોમી સુગરતો સામે મુકાબલો થશે. જ્યારે બીજી તરફ પહેલા રાઉન્ડમાં કિદાંબી શ્રીકાંતને હરાવીને મેજર અપસેટ કરનાર એચએસ પ્રણોય ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. તે ડેનમાર્કના રસમસ જેમકે સામે 9-21, 15-21થી હાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 05:49 PM IST | Japan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK