Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં ભારતના સાત્વિક અને ચિરાગની જોડી રનર્સ અપ રહી

ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં ભારતના સાત્વિક અને ચિરાગની જોડી રનર્સ અપ રહી

28 October, 2019 08:00 PM IST | Mumbai

ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં ભારતના સાત્વિક અને ચિરાગની જોડી રનર્સ અપ રહી

સાત્વિક અને ચિરાગ (File Photo)

સાત્વિક અને ચિરાગ (File Photo)


Mumbai : ભારતીય શટલર સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ફ્રેન્ચ (પેરિસ) ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેઈન્સ ડબલ્સની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડોનેશિયાના માર્ક્સ ગિડિયોન અને કેવિન સુકુમુલ્જોની જોડીએ રવિવારે આ મુકાબલો 21-18, 21-16થી પોતાના નામે કરી લીધો હતો. વર્લ્ડ નંબર-11 ભારતીય જોડી આ મેચમાં 35 મિનીટ સુધી જ ટકી શકી હતી. ગત વર્ષે પણ ગિડિયોન-સુકુમુલ્જોની જોડીએ જ સાત્વિક-ચિરાગને હરાવ્યા હતા.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

સુકુમુલ્જો-ગિડિયોન છેલ્લા 121 સપ્તાહથી પેહલા ક્રમે છે
ગિડિયોન-સુકુમુલ્જો 121 સપ્તાહથી પહેલા નંબરે રહે છે. બન્નેએ છઠ્ઠી વખત ભારતીય જોડીને હરાવી છે. બન્ને વિરુદ્ધ સાત્વિક-ચિરાગની જોડી એક પણ મેચ જીતી શકી નથી. ભારતીય જોડી ઓગસ્ટમાં થાઈલેન્ડ ઓપનર સુપર 750 ટાઈટલ ફાઈનલના ખિતાબ સુધી પહોંચનારી પુરુષની જોડી હતી. 1983માં પાર્થો ગાંગુલી અને વિક્રમ સિંહની જોડી ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું હતું. સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત 2017માં ચેમ્પિયન બન્યો હતો. મહિલાઓમાં સાઈના નેહવાલ વર્ષ 2012માં ફાઈનલ હારી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 08:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK