ભારત વિદેશમાં સતત 7 મેચ હાર્યા પછી મેચ જીત્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતને 3 વનડે અને 2 ટેસ્ટમાં હરાવ્યું હતું. તે પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બંને વનડેમાં ટીમ ઇન્ડિયા સામે જીતી હતી. સતત 7 મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે વિદેશમાં મેચ જીતી છે.
ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની અંતિમ મેચમાં કેનબરા ખાતે 303 રનનો પીછો કરતા 49.3 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા માટે કપ્તાન આરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે ફિફટી ફટકારતા અનુક્રમે 75 અને 59 રન કર્યા હતા.
જ્યારે, ભારત માટે શાર્દુલ ઠાકુરે 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને ટી. નટરાજને 2 વિકેટ લીધી. આ મેચ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને વ્હાઇટવોશ કરતા રોક્યું છે. કાંગારુંએ 3 વનડેની સીરિઝ 2-1થી જીતી.
પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા હતા. 152 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 150 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં 76 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 92 રન કર્યા હતા.
Jadeja's smashed his last seven balls for 30 runs - and brings up his 50 too #AUSvIND pic.twitter.com/13acZhFqnH
— cricket.com.au (@cricketcomau) December 2, 2020
જાડેજાએ કરિયરની 13મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. હાર્દિકને તેની ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Back-to-back fifties for Glenn Maxwell 👏
— ICC (@ICC) December 2, 2020
Can he guide Australia to a win? They need 51 more.#AUSvINDpic.twitter.com/zFsPUKdZUx
ગ્લેન મેક્સવેલે પોતાના વનડે કરિયરની 22મી ફિફટી ફટકારતા 38 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 59 રન કર્યા હતા. તેમજ એસ્ટન અગર સાથે સાતમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી.
શ્રેણીમાં 72ની એવરેજથી 216 રન કરનાર સ્ટીવ સ્મિથને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ બદલ ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાને મળી નોટિસ
16th January, 2021 14:39 ISTહાર્ટ-અટૅક આવ્યા બાદ સૌરવ ગાંગુલી હૉસ્પિટલમાં ઍડ્મિટ
3rd January, 2021 15:01 ISTસૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટ-અટેક, હૉસ્પિટલમાં દાખલ
2nd January, 2021 14:58 ISTબિશનસિંહ બેદીએ છોડ્યું DDCA, સ્ટેન્ડ પરથી પોતાનું નામ હટાવવા પણ કીધું
23rd December, 2020 16:53 IST