Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પહેલી વન-ડે

આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પહેલી વન-ડે

09 August, 2019 11:34 AM IST | ગયાના

આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પહેલી વન-ડે

લોકેશ રાહુલ

લોકેશ રાહુલ


આજથી વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત એવા ફૉર્મેટમાં કમબૅક કરશે જેમાં ગયા મહિને ઇંગ્લૅન્ડમાં હાર્ટ-બ્રેક થયું હતું. વન-ડેના વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં હાર પછી વિરાટ-સેના આજે પહેલી વન-ડે મૅચ રમશે. ઓપનર શિખર ધવન ટીમમાં પાછા ફરતાં લોકેશ રાહુલ ચોથી પૉઝિશન પર રમવા આવશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ૧૩૦ વન-ડેમાં ૧૭ સેન્ચુરી ફટકારનાર શિખર ધવન ઇન્ડિયાનો ત્રીજો બૅટ્સમૅન છે. રિષભ પંતને જરૂરિયાત પ્રમાણે મેદાન પર ઉતારવામાં આવી શકે છે તો કેદાર જાધવને પાંચમા અથવા તો છઠ્ઠા ક્રમે પણ મોકલવામાં આવી શકે. ટીમ મૅનેજમેન્ટ મનીષ પાન્ડે અને શ્રેયસ અય્યરમાંથી કોને સિલેક્ટ કરે છે એ ટૉસ વખતે ખબર પડશે.

ભુવનેશ્વર કુમાર એક અઠવાડિયામાં ત્રણ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે એટલે મોહમ્મદ શમી બોલિંગ અટૅકને લીડ કરી શકે અને નવદીપ સૈની વન-ડે ડેબ્યુ કરી શકે એમ છે. ટૂર ટીમમાં ખલીલ એહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ છે. કેદાર અને રવીન્દ્ર જાડેજા પાર્ટ-ટાઇમ બોલિંગ કરીને જામી ગયેલી પાર્ટનરશિપ તોડવા સક્ષમ છે. મંગળવારે ભારતે ત્રીજી ટી૨૦ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૭ વિકેટે હરાવીને ટી૨૦ સિરીઝમાં ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો.



આ પણ વાંચો : દીપક ચાહરની સ્વિંગથી ઇમ્પ્રેસ વિરાટ કોહલી


આ ૩ વન-ડેની સિરીઝ ‘યુનિવર્સલ બૉસ’ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેઇલના વન-ડે કરીઅરની છેલ્લી સિરીઝ છે. તેણે વર્લ્ડ કપ વખતે આ બાબતની જાહેરાત કરી હતી. ગેઇલે વન-ડે ક્રિકેટમાં ઘણી આક્રમક અને યાદગાર ઇનિંગ્સ રમી છે. લેફ્ટી ઓપનર જોન કેમ્પબેલ, રોસ્ટન ચેસ અને ઑલરાઉન્ડર કીમો પોલને ૧૪-મેમ્બરની વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં વન-ડે સિરીઝમાં કમબૅક કરવાનો ચાન્સ મળ્યો છે. પહેલી વન-ડે આજે ગયાના નૅશનલ સ્ટેડિયમ અને છેલ્લી બે વન-ડે ૧૧ અને ૧૪ ઑગસ્ટે ટ્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 11:34 AM IST | ગયાના

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK