કાશ્મીર સંબંધી મેસેજ લઈને ફરી ઉડ્યું મેદાન ઉપરથી વિમાન

Jul 06, 2019, 18:18 IST

લીડ્સના મેદાન પરથી ફરી એકવાર વિમાન ઉડ્યું હતું. આ વખતે વિમાનની પાછળ કાશ્મીરને લઈને બેનર લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે,..

ફરી ઉડ્યું મેદાન ઉપરથી વિમાન
ફરી ઉડ્યું મેદાન ઉપરથી વિમાન

વર્લ્ડ કપ 2019 તેના અંતિમ પડાવમાં પહોચી ગયો છે. આજે ભારત-શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે ટુર્નામેન્ટની છેલ્લી લીગ મેચો રમાઈ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે લીડ્સના મેદાન પર મેચ રમાઈ રહી છે. શ્રીલંકા પહેલી બેટિંગ કરી છે જો કે આ શ્રીલંકાની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે મહત્વની ઘટના બની હતી. લીડ્સના મેદાન પરથી ફરી એકવાર વિમાન ઉડ્યું હતું. આ વખતે વિમાનની પાછળ કાશ્મીરને લઈને બેનર લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે, 'કાશ્મીર માટે ન્યાય.'

આ પહેલા 29 જૂને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન મેદાન પરથી વિમાન ઉડ્યું હતું. આ વિમાન પાછળ બેનરમાં બલૂચિસ્તાનને લઈને ન્યાયની વાત કરી હતી. આ ઘટના મામલે ICCએ કહ્યું હતું કે, 'ICC વર્લ્ડ કપમાં કોઈ પણ રાજકારણીય સંદેશની અવગણના કરવામાં આવશે નહી અને વેસ્ટ યૉર્કશાયર પોલીસ સાથે મળીને આ વાતની તપાસ કરવામાં આવશે. અમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે, આવી ઘટના કેમ બની રહી છે અને આગળ આવી ઘટના ફરી બને નહી.'

આ પણ વાંચો: સેમી ફાઇનલમાં પહોંચેલી ઇન્ડિયાને હરાવીને ટુર્નામેન્ટમાંથી એક્ઝિટ લેવા માગશે શ્રીલંકા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં આ સંદેશને લઈને સમર્થકો વચ્ચે મારા મારીની ઘટના પણ સામે આવી હતી જો કે, કોઈ જાનહાનિ થાય એ પહેલા પરિસ્થિતિને કાબૂમાં લેવાઈ હતી. જો કે આ ઘટના પાછળ કોનો હાથ છે હજુ તપાસ ચાલુ છે ત્યારે ફરી એકવાર ભારત અને શ્રીલંકા મેચ વચ્ચે મેદાન ઉપરથી વિમાન ઉડ્યું હતું જેમા કાશ્મીરને લઈને સંદેશો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK