IND VS SL: આ અંદાજમાં પહોચ્યા ટીમ ઈન્ડિયાના દાદી

Jul 06, 2019, 19:04 IST

વર્લ્ડ કપ 2019માં લીડ્સના મેદાન પર જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે લીગ મેચ રમાઈ રહી હતી ત્યારે સૌની નજર એક ખાસ ચહેરાને શોધી રહી હતી. આ ચહેરો એટલે ટીમ ઈન્ડિયાના 87 વર્ષીય સુપરફેન દાદી ચારૂલતા પટે

IND VS SL: આ અંદાજમાં પહોચ્યા ટીમ ઈન્ડિયાના દાદી
ફોટો-BCCI

વર્લ્ડ કપ 2019માં લીડ્સના મેદાન પર જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે લીગ મેચ રમાઈ રહી હતી ત્યારે સૌની નજર એક ખાસ ચહેરાને શોધી રહી હતી. આ ચહેરો એટલે ટીમ ઈન્ડિયાના 87 વર્ષીય સુપરફેન દાદી ચારૂલતા પટેલ. મેચ શરુ થવાને હજુ વાર હતી ત્યારે BCCIએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ચારૂલતા પટેલની ફોટો પોસ્ટ કરી હતી. ફોટો પોસ્ટ કરતા BCCIએ લખ્યું હતું કે, 'કેપ્ટન વિરાટ કોહલીએ ચારૂલતા પટેલને ટિકીટનો વાયદો કર્યો હતો અને તે અહિયા છે. સુપરફેન ચારુલતા પટેલ ફેમેલી સાથે મેચની મજા માણી રહ્યા છે.'

BCCIએ ટ્વીટ સાથે વિરાટ કોહલીનો પત્ર પણ પોસ્ટ કર્યો હતો જેમા લખ્યું હતું કે, ડિયર ચારૂલતા જી, અમારી ટીમ માટે તમારો પ્રેમ અને જુસ્સો ઘણો પ્રેરણાદાયક હતો. તમારી ફેમેલી સાથે મેચને માણો.' BCCIએ શૅર કરેલા ફોટોમાં ચારૂલતા દાદી ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં તેમના પરિવાર સાથે દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: કાશ્મીર સંબંધી મેસેજ લઈને ફરી ઉડ્યું મેદાન ઉપરથી વિમાન

વિરાટ કોહલી સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાએ પણ ટિકીટ આપવાનો વાયદો કર્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન 87 વર્ષના ચારૂલતા દાદી મેચ જોવા માટે મેદાન પર પહોચ્યા હતા. દાદીના ક્રિકેટ પ્રેમ જોઈને વિરાટ કોહલી અને રોહિત શર્મા દાદીમાંને મળ્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK