Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > INDvSA : પહેલા દિવસના અંતે ભારત 224/3, રોહિતની સદી અને રહાણેની અડધી સદી

INDvSA : પહેલા દિવસના અંતે ભારત 224/3, રોહિતની સદી અને રહાણેની અડધી સદી

19 October, 2019 05:00 PM IST | Ranchi

INDvSA : પહેલા દિવસના અંતે ભારત 224/3, રોહિતની સદી અને રહાણેની અડધી સદી

રોહિત શર્મા અને અજિંક્ય રહાણે (PC : BCCI)

રોહિત શર્મા અને અજિંક્ય રહાણે (PC : BCCI)


Ranchi : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીમાં ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી હતી અને દિવસના અંતે 3 વિકેટના ભોગે 224 રન નોંધાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા 116 રન અને રહાણેએ 83 રનની શાનદાર ઇનીંગ રમી હતી. રોહિત શર્માએ આ શ્રેણીમાં ત્રીજી સદી નોંધાવી હતી. ખરાબ પ્રકાશના કારણે મેચ વહેલી પુરી થઇ ગઇ હતી. જેથી પહેલા દિવસે મેચ માત્ર 58 ઓવરની જ શક્ય બની હતી.


રોહિત શર્માએ 6ઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી
સાઉથ આફ્રિકા સામે શ્રેણીની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે રોહિત શર્માએ શ્રેણીની ત્રીજી ટેસ્ટ સદી ફટકારી હતી. જે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી ફટકારી હતી. અગાઉ વિશાખાપટ્ટનમમાં 176 અને 127 રનની ઇનિંગ્સ રમી હતી. તો અજિંક્ય રહાણેએ 21મી અડધી સદી ફટકારી હતી.

Bad Light forces early call of play. #TeamIndia 224/3 with Rohit on 117* & Rahane on 83*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/HacyRwPl2m



— BCCI (@BCCI) October 19, 2019


રોહિત એક સીરિઝમાં સૌથી વધુ રન મારનાર બેટ્સમેન બન્યો
રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 17 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે વિન્ડીઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડ્યો છે. હેટમાયરે 2018માં બાંગ્લાદેશ વિરુદ્ધ 15 સિક્સ મારી હતી. રોહિતની પહેલા ભારત માટે આ રેકોર્ડ હરભજનસિંહના નામે હતો. ભજ્જીએ 2010માં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં 14 સિક્સ મારી હતી.



ચેતેશ્વર પુજારા, મયંક અગ્રવાલ અને કોહલી ફ્લોપ રહ્યા
ટીમ ઇન્ડિયાએ 39 રનમાં 3 વિકેટ ગુમાવી દેતા તેની શરૂઆત ખરાબ રહી હતી. મયંક અગ્રવાલ 10 રને રબાડાની બોલિંગમાં ત્રીજી સ્લીપમાં એલ્ગરના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ચેતેશ્વર પુજારા શૂન્ય રને રબાડાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 12 રને એનરિચ નોર્ટજેની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો, કોહલીએ રિવ્યુ લીધો હતો, પરંતુ અમ્પાયર્સ કોલ આવતા તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું. પ્રથમ સેશનમાં 23 ઓવરમાં 3 વિકેટે 71 રન કર્યા હતા. તે પછી બીજા સેશનમાં રોહિત-રહાણેની ભાગીદારી થકી ભારતે વિના વિકેટે 134 રન ફટકાર્યા હતા અને બાજી સંભાળી હતી.


ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી
ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત માટે ઇશાંત શર્માની શાહબાઝ નદીમ રમી રહ્યો છે. કુલદીપ યાદવને મેચની પહેલા ઇજા થતાં લેફ્ટ આર્મ ઓફ સ્પિનર શાહબાઝને સ્ક્વોડમાં જગ્યા મળી હતી અને આજે તે ભારત માટે પોતાના ઘરઆંગણે ડેબ્યુ કરી રહ્યો છે. તે ઇશાંત શર્માની જગ્યાએ રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્પિનર જોર્જ લિન્ડે ડેબ્યુ કરી રહ્યો છે. માર્કરામની ગેરહાજરીમાં કવિન્ટન ડી કોક ઓપનિંગ કરશે અને હેનરિચ ક્લાસેન બીજા વિકેટકીપર તરીકે રમશે. તેમજ લૂંગી ગિડી મુથુસામીની જગ્યાએ રમી રહ્યો છે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ 11:
વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-સુકાની), મયંક અગ્રવાલ, રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ અનેમોહમ્મદ શમી.

દ. આફ્રિકાની પ્લેઈંગ 11:
ફાફ ડુપ્લેસિસ (સુકાની), ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), ઝુબેર હમઝા, ટેમ્બા બાવુમા, ડિન એલ્ગર, હેનરીચ ક્લાસેન (વિકેટ કીપર), એર્નિચ નોર્ટજે, જોર્જ લિન્ડે, ડેન પીટ, લૂંગી નગીડી, અને કાગિસો રબાડા.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2019 05:00 PM IST | Ranchi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK