World Cup 2019: રોહિતની સેન્ચુરી સાથે ભારતનો વિજયી પ્રારંભ

સાઉધમ્પ્ટન | Jun 06, 2019, 08:12 IST

કુલદીપ-ચહલની ધારદાર બોલિંગ અને રોહિત શર્માની ૨૩મી વન-ડે સેન્ચુરીની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને ૬ વિકેટથી નમાવ્યું, કોહલી કૅપ્ટન તરીકે ૫૦ વન-ડે મૅચ જીતનાર બન્યો ચોથો ભારતીય કૅપ્ટન

રોહિત શર્મા
રોહિત શર્મા

ઈજા અને ખરાબ ફૉર્મથી પરેશાન સાઉથ આફ્રિકાને ભારતે પોતાની પહેલી મૅચમાં ૬ વિકેટથી હરાવીને વર્લ્ડ કપનો વિજયી પ્રારંભ કર્યો હતો. રોહિત શર્માએ મુશ્કેલ પિચ પર કરીઅરની ૨૩મી સેન્ચુરી ફટકારી હતી. શિખર ધવન ૮, વિરાટ કોહલી ૧૮ અને લોકેશ રાહુલ ૨૬ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ભારતે જો ૪૦ ઓવર પહેલાં જીત મેળવી હોત તો નેટ રનરેટમાં વધારો થઈ શક્યો હોત જે સેમી ફાઇનલમાં પહોંચવા માટે છેલ્લે નર્ણિાયક સાબિત થઈ શકે છે. પ્લેયર ઑફ ધ મૅચ રોહિત શર્માએ ૧૪૪ બૉલમાં ૧૨૨ રન ફટકાર્યા હતા.

rohit_virat

કૉન્ગ્રેટ્સ યાર : રોહિત શર્માના શાનદાર ૧૪૪ બૉલમાં ૧૨૨ રનની સહાયથી ભારતે પહેલી જીત મેળવ્યા બાદ કૅપ્ટન વિરાટ કોહલી અભિનંદન આપવા પિચ પર આવી પહોંચ્યો હતો.

ટૉસ જીતીને સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ પહેલા બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો. જસપ્રીત બુમરાહે પહેલી ૬ ઓવરમાં બન્ને ઓપનરોને આઉટ કરીને ભારતને વલ્ર્ડ કપની શાનદાર શરૂઆત કરાવી હતી. રેસી વેન ડેર ડુસેને કૅપ્ટન સાથે મïળીને ૫૪ રનની પાર્ટનરશિપ કરીને ઇનિંગને વેગ આપ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે ૫૧ રનમાં ૪ અને કુલદીપે ૪૬ રનમાં એક વિકેટ લઈને મિડલ-ઑર્ડરનો ધબડકો બોલાવ્યો હતો. ક્રિસ મોરિસ અને કેગિસો રબાડા વચ્ચે ૬૬ રનની બહુમૂલ્ય પાર્ટનરશિપ થતાં સ્કોર ૨૦૦ને પાર થયો હતો.

આ પણ વાંચો : World Cup 2019:ચાલુ મેચે રોહિત શર્મા થયો એટલો ખુશ કે કર્યો ડાન્સ

ભારતની બીજી મૅચ રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK