ઇંગ્લેન્ડમાં 20 વર્ષથી સાઉથ આફ્રિકા ટીમ ઇન્ડિયાને હરાવી નથી શક્યું

Published: Jun 05, 2019, 10:10 IST | લંડન

ઇંગ્લેન્ડમાં સાઉથેમ્પટનના બાઉલ સ્ટેડિયમ પર રમાશે. તમામ ક્રિકેટ ચાહકોને આજની મેચને લઇને ઘણો ઉત્સાહ છે. ત્યારે રેકોર્ડની દ્રષ્ટીએ જોઇએ તો સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમનો હાથ ઉપર છે.

ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયા

વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 5 જુન એટલે કે આજથી સાઉથ આફ્રિકા સામેની મેચથી કરશે. આ મેચ ઇંગ્લેન્ડમાં સાઉથેમ્પટનના બાઉલ સ્ટેડિયમ પર રમાશે. તમામ ક્રિકેટ ચાહકોને આજની મેચને લઇને ઘણો ઉત્સાહ છે. ત્યારે રેકોર્ડની દ્રષ્ટીએ જોઇએ તો સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમનો હાથ ઉપર છે. ઈંગ્લેન્ડના મેદાન પર બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી 3 વન-ડે મેચ રમાઇ છે અને જેમાંથી 2 મેચમાં ભારતે જીત મેળવી છે. આજ બંને વચ્ચે ઇંગ્લેન્ડમાં ચોથી વન-ડે મેચ રમાશે.


ઇંગ્લેન્ડમાં આફ્રિકાએ છેલ્લે 1999માં ભારતને હરાવ્યું હતું

ઈંગ્લેન્ડના મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે 15 મે 1999માં જીત મેળવી હતી. આ મેચમાં આફ્રિકાએ 16 રને ભારતને હરાવ્યું હતુ. ત્યાર પછીની બંને મેચમાં ભારતીય ટીમ જીતી છે. 2012 પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ICCના 5 અલગ-અલગ ઈવેન્ટમાં હરાવ્યું છે.

આફ્રિકા 4 વખત વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યું છે

ભારતીય ટીમ અત્યાર સુધી 2 વખત વિશ્વ કપ જીતી ચૂક્યુ છે. જ્યારે એક વખત ફાઈનલ અને 3 વખત સેમી ફાઈનલમાં રમ્યુ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી 4 વખત વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં પહોંચી છે પણ બધી જ મેચ હાર્યુ છે.

Indian Cricket Team (File Photo)

આફ્રિકા સામે છેલ્લી 10 મેચમાં 7માં ભારત જીત્યું છે

બંને ટીમો વચ્ચેના વન-ડે રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી કુલ 83 વન-ડે રમવામાં આવી છે. જેમાંથી ભારતે 34 મેચ અને દક્ષિણ આફ્રિકા 46 મેચ જીત્યુ છે. જ્યારે 3 મેચનું પરીણામ આવ્યું નથી. છેલ્લી 10 વન-ડેમાં ભારતીય ટીમે 7 મેચમાં જીત મેળવી છે. જે ભારતીય ટીમ માટે સાઉથ આફ્રિકા સામે સૌથી મોટી સફળતા કહી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK