Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મયંક અગ્રવાલની બેવડી સદીના સહારે ભારતની મજબુત સ્થિતી, આફ્રિકાની 3 વિકેટ

મયંક અગ્રવાલની બેવડી સદીના સહારે ભારતની મજબુત સ્થિતી, આફ્રિકાની 3 વિકેટ

12 October, 2019 01:15 PM IST | Visakhapatnam

મયંક અગ્રવાલની બેવડી સદીના સહારે ભારતની મજબુત સ્થિતી, આફ્રિકાની 3 વિકેટ

મયંક અગ્રવાલ અને રોહિત શર્મા (PC : BCCI)

મયંક અગ્રવાલ અને રોહિત શર્મા (PC : BCCI)


Visakhapatnam : વિશાખાપટ્ટનમાં ચાલી રહેલ ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિઝમની પહેલી ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતીએ પહોંચી ગયું છે. ઓપનર રોહિત શર્માની સદી બાદ યુવા ખેલાડી મયંક અગ્રવાલની બેવડી સદીના સહારે ભારતે મેચના બીજા દિવસે 502 રને દાવ ડિક્લેર કર્યો હતો. મયંક અગ્રવાલે 215 રનની ઇનીંગ રમી હતી. જ્યારે રોહિત શર્માએ 176 રનની ઇનીંગ રમી હતી. તો જવાબમાં સાઉથ આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે ખરાબ શરૂઆત કરી હતી અને 39 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. જેમાં અશ્વિને 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.


ટીમ ઇન્ડિયાના ઓપનર્સે પહેલી વિકેટ માટે 317 રનની ભાગીદારી નોંધાવી
ટીમ ઇન્ડિયાના ઓપનર્સ રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. તેઓ આમ કરનાર ત્રીજી જોડી બની હતી. તો રવિન્દ્ર જાડેજાએ 30* રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માટે કેશવ મહારાજે સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જ્યારે ફિલેન્ડર, મુથુસામી, પિડ્ટ અને એલ્ગરે 1-1 વિકેટ લીધી હતી.





ભારત માટે ચોથી વાર બંને ઓપનર્સે એક ઇનિંગ્સમાં 150થી વધુ રન કર્યા:

વિનુ માંકડ (231)- પંકજ રોય (173) vs ન્યૂઝીલેન્ડ, 1955
મુરલી વિજય (153)- શિખર ધવન (187) vs ઓસ્ટ્રેલિયા, 2012
મુરલી વિજય (150)- શિખર ધવન (173) vs બાંગ્લાદેશ, 2015
મયંક અગ્રવાલ (150*)- રોહિત શર્મા ( 176) vs દક્ષિણ આફ્રિકા, 2019


રોહિતે ટેસ્ટની કારકિર્દીમાં ચોથી સદી ફટકારી
રોહિત શર્માએ 244 બોલમાં 23 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી 176 રન કર્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. દસમી વખત ભારતના બંને ઓપનર્સે એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય તેવી ઘટના બની હતી. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. તેમજ પહેલી વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈ ટીમના બંને ઓપનર્સે દ. આફ્રિકા વિરુદ્ધ એક ઇનિંગ્સમાં સદી ફટકારી છે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો


ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઓપનર્સ:

1) ક્રિસ ગેલ
2) બ્રેન્ડન મેક્કુલમ
3) માર્ટિન ગુપ્ટિલ
4) તિલકરત્ને દિલશાન
5) અહેમદ શહેઝાદ
6) શેન વોટ્સન
7) તમીમ ઇકબાલ
8) રોહિત શર્મા


ભારત માટે 300થી વધુની ઓપનિંગ પાર્ટનરશીપ:

413: પંકજ રોય- વિનુ માંકડ vs ન્યૂઝીલેન્ડ, ચેન્નાઇ, 1956
410: વિરેન્દ્ર સહેવાગ- રાહુલ દ્રવિડ vs પાકિસ્તાન, લાહોર, 2006
317: રોહિત શર્મા, મયંક અગ્રવાલ vs દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ, 2019

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ભારતની કોઈ પણ વિકેટ માટે દ.આફ્રિકા સામે હાઈએસ્ટ પાર્ટનરશીપ:

317 મયંક અગ્રવાલ - રોહિત શર્મા, વિશાખાપટ્ટનમ, 2019 ( પ્રથમ વિકેટ)
268 વિરેન્દ્ર સહેવાગ - રાહુલ દ્રવિડ, ચેન્નાઇ 2007 (બીજી)
259* વીવીએસ લક્ષ્મણ- એમએસ ધોની, કોલકાતા 2009 (સાતમી)

ભારત વતી દ.આફ્રિકા સામે હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપ

317 મયંક અગ્રવાલ- રોહિત શર્મા, 2019/20
218 વિરેન્દ્ર સહેવાગ- ગૌતમ ગંભીર, 2004/05
213 વિરેન્દ્ર સહેવાગ- વસીમ જાફર, 2007/08


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 01:15 PM IST | Visakhapatnam

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK