મેચ દરમિયાન ઉંઘતા નજર આવ્યા રવિ શાસ્ત્રી, લોકોએ લીધી ચુટકી

Published: 22nd October, 2019 14:49 IST | રાંચી

ભારત અને સાઉથ આફ્રિકાના મેચ દરમિયાન કોચ રવિ શાસ્ત્રી ઉંઘતા નજર આવ્યા. જે બાદ લોકોએ કહ્યું 10 કરોડ રૂપિયાની આ ઉંઘ છે.

રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રી

ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકાનો વ્હાઈટ વૉશ કર્યો છે. આ જીત સાથે જ કોહલી બ્રિગેડે દેશના દિવાળીની ભેટ આપી છે. આ વચ્ચે જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં રવિ શાસ્ત્રી મેચ દરમિયાન ઉંઘતા ઝડપાયા છે. ટીવી કેમેરો તેમની ઉંઘતા હોય તેવી તસવીરો વાયરલ થઈ છે.


તેમની આ તસવીર પર ખૂબ જ મીમ્સ બની રહ્યા છે. લોકો તેમની નીંદરને 10 કરોડ રૂપિયાની બતાવી રહ્યા છે. જણાવી દઈએ કે, તેમની સેલેરી 10 કરોડ રૂપિયા છે. આ કારણે લોકો ટ્વીટ કરી રહ્યા છે.

આ પણ જુઓઃ Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય

માત્ર બે જ ઓવરમાં સમેટાઈ ગઈ દક્ષિણ આફ્રિકાની ટીમ
દક્ષિણ આફ્રિકાએ મેચના ચોથા દિવસે આઠ વિકેટ પર 132 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ થઈ ગયું. આશા હતી કે દક્ષિણ આફ્રિકા કેટલાક સમય માટે તો સંઘર્ષ કરશે પરંતુ માત્ર 2 જ ઑવરમાં દક્ષિણ આફ્રિકાએ હાર સ્વીકારી લીધી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK