લાખોમાં વેચાયો વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ

Published: Jul 11, 2019, 21:42 IST | London

ભારત જે રીતે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયું તે જોતા તમામ ક્રિકેટ ચાહકો આ હારને જલ્દી સ્વિકારી નહીં શકે. પણ વર્લ્ડ કપમાં તેની યાદોને સંગ્રહ કરવા જરૂર ઇચ્છશે.

London : ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપ 2019માં ભારત બહાર થઇ ગયું છે. ભારત જે રીતે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયું તે જોતા તમામ ક્રિકેટ ચાહકો આ હારને જલ્દી સ્વિકારી નહીં શકે. પણ વર્લ્ડ કપમાં તેની યાદોને સંગ્રહ કરવા જરૂર ઇચ્છશે. આ યાદોની કોઇ કિંમત નથી. પણ તેને 'યાદગીરી' ના રૂપમાં તમારી પાસે રાખવા ઈચ્છતા હોવ તો તમારે તેના માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.

ભારત-પાકિસ્તાન મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ લાખોમાં વેચાયો
વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે લીગ સ્ટેજમાં શાનદાર જીત મેળવી હતી. ભારતે ડીએલ નિયમના આધાર પર પાકને
89 રને હરાવ્યું હતું. જો તમે તે મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ તમારી પાસે રાખવા ઈચ્છો છો તો તમારે આશરે 1.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડત પરંતુ અફસોસ આ બોલ હોટસેલિંગ રહ્યો અને મેચ સમાપ્ત થવાની સાથે વેચાઈ ગયો છે.


મળી રહેલ માહિતી પ્રમાણે
ICC World Cup 2019સાથે જોડાયેલી વસ્તુઓનું વેચાણ કરી રહેલી સત્તાવાર વેબસાઇટ-ઓફિશિયલમેમોરાબિલા ડોટ કોમ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને માન્ચેસ્ટરમાં આ યાદગાર મેચ દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા બોલની સૌથી વધુ કિંમત રાખવામાં આવી હતી અને તેને સત્તાવાર રીતે 2150 ડોલરમાં વેચવામાં આવ્યો, જે 1.50 લાખ રૂપિયાની નજીક છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

આ રીતે આ મેચમાં ટોસ માટે ઉપયોગમાં લેવામાં આવેલી સિક્કાની કિંમત 1450 ડોલર (આશરે એક લાખ રૂપિયા) લાગી. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચની સ્કોરશીટ 1100 ડોલર (77 હજાર રૂપિયા)મેં વેચાઈ છે. ઓફિશિયલમેમોરાબિલા ડોટ કોમ પરથી ખરીદી કરવા માટે તમારે આ રીતે વેબસાઇટ પર રજીસ્ટર કર્યા બાદ લોગ-ઇન કરવું પડશે, જેમ અન્ય માર્કેટપ્લેસ પર કરો છો. ત્યારબાદ તમારી પસંદગીની વસ્તુ પસંદ કર્યા બાદ તમારે પેમેન્ટ ઓપ્શન પસંદ કરવું પડશે અને ત્યારબાદ તમારૂ એડ્રેસ આપવું પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK