IND vs PAK:સ્ટેડિયમની બહાર વેચાતા મોદી માસ્ક જપ્ત કરાયા

માન્ચેસ્ટર | Jun 16, 2019, 16:46 IST

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલામાં અજીબોગરીબ ઘટનાઓ ન બને તો જ નવાઈ. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકળાયા છે

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલામાં અજીબોગરીબ ઘટનાઓ ન બને તો જ નવાઈ. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકળાયા છે. માન્ચેસ્ટર સ્ટેડિયમમાં મેચ શરૂ થવાના પહેલા એક એવી ઘટના બની કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આ મેચ સાથે જોડાઈ ગયું.

modi mask

જાણો શું હતી ઘટના ?

મેચ દરમિયાન ચાહકો જુદી જુદી રીતે પોતાની ટીમને ચિયર કરતા હોય છે. ચાહકો જુદા જુદા ગિયર્સ અને સાધનો કે પોસ્ટર્સ લઈને પોતાના ફેવરિટ ખેલાડીઓ અને ફેવરિટ ટીમને સપોર્ટ કરવા પહોંચતા હોય છે. ત્યારે માન્ચેસ્ટરના સ્ટેડિયમમાં પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પીએમ મોદીના માસ્ક વેચાઈ રહ્યા હતા. સ્ટેડિમની બહાર ફેરિયાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક વેચી રહ્યા હતા. જેને ભારતીય ફેન્સ ખરીદતા હતા, જેથી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી શકાય.

માસ્ક કરાયા જપ્ત

જો કે બાદમાં સ્થાનિક સિક્યોરિટી દ્વારા પીએમ મોદીના માસ્ક જપ્ત કરી લેવાયા. આ માસ્ક કેમ જપ્ત કરાયા તે અંગે હજી કોઈ સત્તાવાર ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ ફેરિયાઓ પાસેથી પીએમની ચહેરાવાળા માસ્ક સિક્યોરિટી દ્વારા જપ્ત કરી લેવાયા. સ્ટેડિયમમાં પણ જે દર્શકો પાસે આ માસ્ક હતા તેમની પાસેથી સ્ટેડિયમમાં તૈનાત સુરક્ષા દળના કમાન્ડોએ માસ્ક પાછા મેળવી લીધા.

આ પણ વાંચોઃ India vs Pakistan: મેચની સાથે આ મીમ્સ જુઓ, મજા આવી જશે

પ્રેક્ષકોમાં રોષ

ઉલ્લેખનીય છે કે સમર્થકો પોતપોતાની રીતે પોતાની પસંદગીની ટીમને સપોર્ટ કરવા માટે આવતા હોય છે. કેટલાક લોકો ચિત્ર વિચિત્ર વેશભૂષા કરે છે, તો કેટલાક લોકો જાતભાતના પોસ્ટર લઈને આવે છે. અને સ્ટેડિયમની બહાર પણ આવી જુદી જુદી વસ્તુઓ વેચાતી હોય છે. જો કે ભારત પાકિસ્તાનની મેચની બહાર વેચાઈ રહેલા પીએમ મોદીના માસ્ક જપ્ત કરતા કેટલાક દર્શકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK