પાકિસ્તાનમાં મેચ હાર્યા બાદ ચાહકોએ તોડ્યા ટીવી, ક્રિકેટર્સને આપી ગાળો

Published: Jun 17, 2019, 11:55 IST | મુંબઈ

પાકિસ્તાનમાં હારનો માતમ કાંઈક આવી રીતે મનાવવામાં આવ્યો. ચાહકોએ ટીવી જ તોડી નાખ્યા.

જુઓ ભારતની જીતનો પાકિસ્તાનમાં માતમ
જુઓ ભારતની જીતનો પાકિસ્તાનમાં માતમ

વર્લ્ડ કપમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું અને ભારતમાં જશ્નનો માહોલ બનાવી દીધો છે. ભારતે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર સ્ટેડિયમમાં પાકિસ્તાનને ડકવર્થ લુઈસના આધાર પર 89 રનોથી હરાવી દીધું. પાકિસ્તાનના આ હાર બાદ ભારતમાં જશ્ન મનાવવામાં આવ્યો તો પાકિસ્તાનના ચાહકો નારાજ છે. અનેક પાકિસ્તાના ચાહકોએ ગુસ્સામાં પોતાના ટીવી તોડી નાખ્યા.

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે પાકિસ્તાની ચાહકો પોતાના ટીવી તોડી રહ્યા છે અને પાકિસ્તાની ક્રિકેટર્સ પર પોતાની ભડાશ કાઢી રહ્યા છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર પણ પાછળ નથી અને ક્રિકેટર્સના પ્રદર્શનને નિરાશાજનક જણાવતા તેમનાથી નાખુશ છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર રહેલા શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાજ પર આરોપો લગાવ્યા અને તેમને મામૂ કહી દીધો.

પાકિસ્તાની મીડિયામાં પણ પાકિસ્તાનના ક્રિકેટર્સના પ્રદર્શન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ પાકિસ્તાનમાં ટીમની બેટિંગ અને ફિલ્ડિંગ પર પણ અહેવાલો છાપવામાં આવ્યા છે. પાકિસ્તાનના અનેક મીડિયા સંસ્થાનોએ સોશિયલ મીડિયા પર પણ કવર કર્યા છે અને જણાવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાનનો મજાક બનાવવામાં આવ્યો છે.


વિશ્વ કપના સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતે પોતાના પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 89 રનોથી હરાવી દીધું છે. સાથે જ ભારતે ICC વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એકપણ મેચ નથી ગુમાવ્યો. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 મુકાબલા થયા હતા અને તમામ મેચમાં ભારત જીત્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK