India Vs Pakistan: જાણો શું છે માન્ચેસ્ટરના મોસમનો હાલ

Published: Jun 16, 2019, 09:43 IST | માન્ચેસ્ટર

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. ત્યારે જાણો શું છે માન્ચેસ્ટરના મોસમનો હાલ.

જાણો શું છે માન્ચેસ્ટરના મોસમનો હાલ
જાણો શું છે માન્ચેસ્ટરના મોસમનો હાલ

વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવા જઈરહ્યો છે. આ મહામુકાબલાનો બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓને ઈંતજાર છે. દર વખતે હેડલાઈન્સમાં રહેતા આ મુકાબલામાં આ વખતે વરસાદનો ખતરો છે. માનવામાં આવી રહ્યું છે કે વરસાદના કારમે મેચની મજા ખરાબ થઈ શકે છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 4 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગયા છે, જેમાં એક ભારતનો મેચ પણ છે. ચાલો જાણીએ માન્ચેસ્ટરમાં મોસમનો હાલ..

અત્યાર સુધીના મોસમની વાત કરીએ તો માન્સચેસ્ટરમાં વરસાદ ચાલુ છે. મેદાનને હાલ ઢાંકવામાં આવ્યું. છે. અનેક મેચમાં વરસાદ થવાના કારણે સ્ટેડિયમનો સ્ટાફ પણ સતર્ક છે અને પ્રયાસ કરી રહ્યો છે કે વરસાદના કારણે પિચને કોઈ નુકસાન ન થાય. અહેવાલો અનુસાર ઈંગલેન્ડમાં ભલે વરસાદ થઈ રહ્યો હોય, પણ પિચનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

રવિવારે પણ વરસાદની સંભાવના છે. વેધર ડૉટ કૉમ અનુસાર સવારના સમયે અને બપોરે વરસાદ આવવાની સંભાવના છે. યૂકેના સમય અનુસાર મેચ સવારે 10.30ના શરૂ થવાનો છે. તેની પહેલા જ વરસાદનું અનુમાન છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે મેચ યોગ્ય સમયે શરૂ થઈ શકે છે અને બાદમાં વરસાદ આવવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ World Cup 2019: પાકિસ્તાનની મેચ પહેલા કેવી છે વિરાટની સેનાની તૈયારી, જુઓ તસવીરો

માન્ચેસ્ટરનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી છે અને 15 થી 15 કિમીની ઝડપે પવન ફુંકાશે. સાથે વરસાદ પડવાની સંભાવના 60 ટકા છે. સામાન્ય રીતે ઈંગ્લેન્ડમાં આ સમયે વરસાદ નથી થતો.પરંતુ આ વખતે થઈ રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK