Ind vs NZ:સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ પરિવર્તન

માન્ચેસ્ટર | Jul 09, 2019, 11:48 IST

વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ આમને સામને થશે.

Ind vs NZ:સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ પરિવર્તન

વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ આમને સામને થશે. આ પહેલા લીગ રાઉન્ડ દરમિયાન બંને ટીમ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે પડકાર એ છે કે ટીમ ઈન્ડિયા વિનિંગ કોમ્બિનેશન સાથે ઉતરે કે પછી મેદાન પ્રમાણે પ્લેઈંગ 11 પસંદ કરે. જો છેલ્લી મેચનું પ્રદર્શન જોઈએ તો ટીમ ઈન્ડિયામાં પરિવર્તન થવાની શક્યતા છે.

ટીમ ઈન્ડિયાના છેલ્લી મેચનું પ્રદર્શન જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ મેઈન ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. જે રીતે હવામાનની આશા છે, તેવામાં ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, અને શમી ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયામાં વધુ એક પરિવર્તન થઈ શકે છે. છેલ્લી મેચમં રમેલા કુલદીપ યાદવના બદલે યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયામાં પાછા આવી શકે છે. તો રવિન્દ્ર જાડેજાને પણ ફરી તક મળી શકે છે. તેમણે ન્યૂઝીલેન્ડ સામેની વોર્મઅપ મેચ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. જો કે કેદાર જાધવ કે દિનેશ કાર્થિકમાંથી કોને તક મળશે તે કહેવું મુશ્કેલ છે.

દિનેશ કાર્તિક છેલ્લી મેચમાં સારુ પ્રદર્શન નહોતા કરી શક્યા, તો કેદાર પણ આઉટ ઓફ ફોર્મ છે. જો ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર્સ અને 2 સ્પિનર્સ સાથે રમશે તો કાર્તિક અને જાધવને ટીમમાં જગ્યા નહીં મળે. ત્યારે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં આ ખેલાડીઓને તક આપી શકે છે.

આ પણ વાંચોઃ World Cup 2019 : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદની આગાહી

સેમી ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11

લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), રિષભ પંત, એમ. એસ. ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK