World Cup 2019 : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, માન્ચેસ્ટરમાં વાતાવરણ સારૂ

Manchester | Jul 10, 2019, 14:53 IST

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇનલ મેચમાં વરસાદના વિધ્નના કારણે મેચ રીઝર્વ ડેના દિવસે રમાશે. પરંતુ આ લખાય છે ત્યારે અત્યારે માન્ચેસ્ટરનું વાતાવરણ ખુશનુમા છે અને આકાશમાં વાગળો નથી જોવા મળી રહ્યા.

World Cup 2019 : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, માન્ચેસ્ટરમાં વાતાવરણ સારૂ

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇનલ મેચમાં વરસાદના વિધ્નના કારણે મેચ રીઝર્વ ડેના દિવસે રમાશે. પરંતુ આ લખાય છે ત્યારે અત્યારે માન્ચેસ્ટરનું વાતાવરણ ખુશનુમા છે અને આકાશમાં વાગળો નથી જોવા મળી રહ્યા. જોકે ત્યાના હવામાન વિભાગે આજે વરસાદની સામાન્ય આશા વ્યક્ત કરી છે. જોકે મળી રહેલ માહિતી પ્રમાણે આજે મેચ સમયસર જ શરૂ થશે.


માન્ચેસ્ટરમાં હવામાન સાફ
માન્ચેસ્ટરમાં અત્યારે હવામાન સારૂ જોવા મળી રહ્યું છે. આકાશ ખુલ્લું છે અને તડકો નિકળ્યો છે. સવારના સમયે રિઝર્વ ડે પર પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

માન્ચેસ્ટરમાં રિઝર્વ ડે પર ભારત-ન્યૂઝીલેન્ડ આમને-સામને
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વિશ્વકપની સેમિફાઇનલ મેચ મંગળવારે વરસાદને કારણે અધુરી રહી હતી અને મેચ રિઝર્વ ડેમા પહોંચ્યો હતો. રિઝર્વ ડેના દિવસે મેચ ત્યાંથી શરૂ થશે, જ્યાં મેચ ડે પર સમાપ્ત થયો હતો. મેચ ડે દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4.1 ઓવરમાં 5 વિકેટ પર 211 રન બનાવ્યા હતા. આજે ન્યૂઝીલેન્ડે 3.5 ઓવર રમવાની છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ડક વર્થ લુઇસ મેથડમાં શું મળી શકે છે ટાર્ગેટ
માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી સેમી ફાઇનલ મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. અહીંથી જો વરસાદ રોકાય અને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવાની તક ન મળેતો ભારતને ડીએલએસ પ્રમાણે 46 46 ઓવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. વરસાદ થોડા સમય વધુ આવે અને ભારતીય ઈનિંગની ઓવર ઓછી કરી દેવામાં આવશે તો ડીએલએસ પ્રમાણે 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે. પરંતુ આ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પરંતુ તે અંતિમ ઉપાય હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK