World Cup 2019: આજથી કાંટે કી ટક્કર, ભારત-ન્યુ ઝીલેન્ડ આમને-સામને

મૅન્ચેસ્ટર | Jul 09, 2019, 11:24 IST

સેમી ફાઇનલની પહેલી મૅચમાં કિવીઓ વિરાટ સેના સામે રણનીતિ બનાવીને મેદાનમાં ઊતરશે

World Cup 2019: આજથી કાંટે કી ટક્કર, ભારત-ન્યુ ઝીલેન્ડ આમને-સામને
વિરાટ કોહલી

વર્લ્ડ કપ ટુર્નામેન્ટના પૉઇન્ટ ટેબલમાં એક સમયે નંબર વન રહેલી ન્યુ ઝીલૅન્ડની ટીમને સેમી ફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમોના પ્રદર્શન પર આધાર રાખવો પડ્યો હતો. સેમી ફાઇનલમાં પહોંચી ચૂકેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ આજે મૅન્ચેસ્ટરના મેદાનમાં ભારત સામે આકરી રણનીતિ લઈને ઊતરે એવી સંભાવના જોવા મળી રહી છે. આ બંને ટીમો હાલની ટુર્નામેન્ટમાં પહેલી વાર આમને-સામને થશે. આ પહેલાં ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ૧૩ જૂને થનારી ભારત-ન્યુ ઝીલૅન્ડની મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમની વાત કરીઅે તો ટીમના ટોપ ઓર્ડર સારા ‍ફોર્મમાં છે. રોહિત શર્મા, વિરાટ કોહલીના શાનદાર પર્ફોમન્સ ટીમને સારો સ્કોર ઊભો કરવામાં મદદ કરી શકે છે. બુમરાહ, મોહમ્મદ શામી જેવા બૉલરો સામા પક્ષની ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ન્યુ ઝીલૅન્ડની વાત કરીઅે તો ટીમના કેન વિલિયનસન સારા ફોર્મમાં છે, જેણે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ ૪૮૧ રન કર્યા છે. લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ અનુક્રમે ૧૭ અને ૧૫ વિકેટ લેવામાં સફળ થયા છે.

બંને ટીમના રેકૉર્ડની વાત કરીએ તો વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત આજે પોતાની સાતમી સેમી ફાઇનલ મૅચ રમશે. ટીમ ઇન્ડિયા ૧૯૮૩ અને ૨૦૧૧માં ચૅમ્પિયન બની હતી અને ૨૦૦૩માં ફાઇનલમાં હારી ગઈ હતી. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડની આ આઠમી સેમી ફાઇનલ હશે. ગત વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ફાઇનલ સુધી પહોંચી, પરંતુ ઑસ્ટ્રેલિયા સામે એને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં ઓવરઓલ રેકૉર્ડની વાત કરવામાં આવે તો, ન્યુ ઝીલૅન્ડનું પલડું ભારે છે. વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે સાત વાર મૅચ રમાઇ ચૂકી છે, જેમાં ચાર વાર ન્યુ ઝીલૅન્ડ જીત્યું છે અને ત્રણ મૅચ ભારત જીત્યું છે. તેમ છતાં વર્લ્ડ કપ ઉપરાંત આ બંને ટીમ વચ્ચે કુલ ૫૭ મૅચ રમાઈ છે જેમાંથી ૨૧ મૅચમાં ભારત અને માત્ર ૧૦ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ વિજયી રહ્યું છે. બાકીની ૨૬ મૅચો ડ્રો રહી છે.

મને યાદ નથી હું મેદાનમાં છેલ્લે ક્યારે પ્રેશર વગર ઊતર્યો હતો : વિરાટ કોહલી

ઇન્ડિયન ટીમ કૅપ્ટન વિરાટ કોહલીએ હાલમાં ટીમ ઇન્ડિયાની માનસિકતા અને વર્લ્ડ કપને લઇને પોતાના ઉત્સાહ અંગે વાત કરતા જણાવ્યું છે કે જ્યારે ટીમ ઇન્ડિયા મેદાનમાં મૅચ રમવા ઉતરે છે ત્યારે એમના પર અચૂકપણે પ્રેશર હોય છે. કોહલીના શબ્દોમાં કહીયે તો, ‘મને યાદ નથી હું ઓન ફિલ્ડ પ્રેશર વગર ક્યારે મેદાનમાં ઊતર્યો હતો. મૅચનું પરિણામ શું આવે છે એ મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે સ્ટેડિયમમાં બેસેલા લોકો તમારી પાસેથી શું આશા રાખે છે. આ કારણસર જ ટીમ પર પ્રેશર હોય છે અને તક પણ હોય છે. જોકે ટીમ ઇન્ડિયા હવે આ પ્રકારના પ્રેશરને મૅનેજ કરી શકે એમ છે.’

આ પણ વાંચો : સેમી ફાઈનલ પહેલા અનુષ્કા સાથે વિરાટની મસ્તી, જુઓ ફોટોઝ

આજે મૅન્ચેસ્ટરમાં ઇન્ડિયાનો મુકાબલો ન્યુ ઝીલૅન્ડ સાથે થવાનો છે, જેમાં જીતનારી ટીમ ૧૪ તારીખે લોર્ડ્સમાં ફાઇનલ મૅચ રમવા ક્વૉલિફાઇ થશે. વર્લ્ડ કપ જીતનારી ટીમમાં ટીમ ઇન્ડિયાની લોકપ્રિયતા શરૂઆતથી જ પ્રબળ રહી છે. કોહલીએ વધુમાં ઉમેરતા જણાવ્યું કે, ‘અમારા ફેન અમારી પાસેથી શું આશા રાખે છે એ અમે જાણીયે છીએ. ટુર્નામેન્ટમાં દરેક મૅચ મહત્વની હોય છે પછી એ ક્વૉલિફાઇંગ હોય કે સેમી ફાઇનલ. અમારું લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનો છે અને જેમ મેં પહેલા કહ્યું એમ જે ટીમ સારુ રમશે એ જીતશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK