જાણો આજની ભારત-ઈંગ્લેન્ડ મૅચમાં વરસાદ પડશે કે નહીં?

Published: Jun 30, 2019, 13:03 IST | બર્મિંગહૅમ

આજના મૅચમાં વરસાદ થવાની સંભાવના નથી. જોકે, આકાશમાં વાદળ છવાયેલા છે. જેનાથી બોલરોને લાભ મળી શકે છે. આવો જાણીએ કેવું રહેશે આજનું વાતાવરણ

ભારત-ઈંગ્લેન્ડ મૅચ
ભારત-ઈંગ્લેન્ડ મૅચ

વર્લ્ડ કપની 38મી મૅચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મૅચ રવિવાર એટલે આજે બપોરે ત્રણ વાગ્યાથી બર્મિંગહૅમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં રમવામાં આવશે. ઈંગ્લેન્ડમાં થઈ રહેલા વરસાદથી ફૅન્સ ચિંતિત થઈ રહ્યા છે. જોકે ગભરાવાની કોઈ વાત નથી. આજના મૅચમાં વરસાદ થવાની સંભાવના નથી. જોકે, આકાશમાં વાદળ છવાયેલા છે. જેનાથી બોલરોને લાભ મળી શકે છે. આવો જાણીએ કેવું રહેશે આજનું વાતાવરણ

નહીં થાય વરસાદ

શુક્રવારે અહીંયાનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું. જોકે રવિવારે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં વરસાદનો ભય હતો પરંતુ હવે ઈંગ્લેન્ડની ગરમીએ પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. આ મૅચમાં વરસાદની કોઈ અસર નહીં થાય. પણ રાત્રે મેઘરાજા વરસી શકે છે.

શુક્રવારે વરસાદ આવ્યો હતો

શુક્રવારે બર્મિંગહૅમમાં પાંચ કલાક વરસાદ પડ્યો હતો. આ વરસાદના લીધે પિચમાં નરમાશ જોવા મળી રહી છે. પહેલા બોલિંગ કરનારી ટીમ આ નરમાશનો ફાયદો ઉઠાવી શકે છે. ગરમીના કારણથી સ્પિનર્સને પણ ફાયદો મળશે.

આ પણ વાંચો : World Cup 2019: આજે મોઇન અલીની નજર હશે વિરાટ કોહલીની વિકેટ પર

પાકિસ્તાન નહીં ઈચ્છે કે વરસાદ આવે

પાકિસ્તાન જરા પણ નહીં ઈચ્છે કે આજે વરસાદ આવે. જો આજે વરસાદ આવ્યો તો ઈંગ્લેન્ડના 9 અંક થઈ જશે. એવામાં ઈંગ્લેન્ડ પાછી ટૉપ-4માં પહોંચી જશે. જ્યાં, ઈંગ્લેન્ડ પણ આ મૅચને જીતવાની કોશિશ કરશે, જેથી સરળતાથી સેમિફાઈનલ માટે ક્વૉલિફાઈ કરી લે. વરસાદ ન આવવા પર એક સારી મૅચની આશા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK