Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅટિંગ વિકેટ પર કુકની ઇનિંગ્સમાં ઘણાબધા ટર્ન

બૅટિંગ વિકેટ પર કુકની ઇનિંગ્સમાં ઘણાબધા ટર્ન

08 December, 2012 08:54 AM IST |

બૅટિંગ વિકેટ પર કુકની ઇનિંગ્સમાં ઘણાબધા ટર્ન

બૅટિંગ વિકેટ પર કુકની ઇનિંગ્સમાં ઘણાબધા ટર્ન




મહત્વની મૅચમાં ભારે પડ્યો : ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં ત્રીજા દિવસની રમત પછી પાછા આવી રહેલા (ડાબેથી) વિરાટ, ઇશાન્ત, ધોની અને સચિન. અશોક ડિન્ડાને બદલે ઇશાન્તને આ મૅચમાં લઈને માહીએ ભૂલ કરી હોવાનું ક્રિકેટ-નિષ્ણાતો કહી રહ્યા છે. તસવીર : અજય રૉય




કલકત્તા: ભારત સામેની ચાર મૅચની સિરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધા પછી ત્રીજી ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર સ્પોર્ટ્સ પર સવારે ૯.૦૦) પર ઇંગ્લૅન્ડે એવી પકડ જમાવી છે કે હવે એ હારે એની ભાગ્યે જ કોઈ સંભાવના બચી છે. ગઈ કાલના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં ૬ વિકેટે ૫૦૯ રન બનાવીને ૧૯૩ રનની લીડ મેળવી લીધી હતી. કૅપ્ટન ઍલસ્ટર કુકે ગુરુવારે ઇંગ્લૅન્ડના પ્લેયરોમાં વિક્રમજનક બનેલી ૨૩મી સદી ફટકારી હતી, પરંતુ ગઈ કાલે ત્રીજી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તે ૧૯૦ રનના પોતાના સ્કોર પર રનઆઉટ થયો હતો. તેની આ ભવ્ય ઇનિંગ્સમાં ઘણા ટર્ન જોવા મળ્યા હતા.

ગુરુવારે ૧૭મા રને ફસ્ર્ટ સ્લિપમાં શિન પૅડ (પગના નીચેના ભાગમાં પહેરવામાં આવતું પૅડ) પહેરીને ફીલ્ડિંગ કરતા ચેતેશ્વર પુજારાના હાથે જીવતદાન મેળવનાર કુકને ગઈ કાલે તેની સૌથી છ વખત વિકેટ લેનાર બોલર ઇશાન્ત શર્માના હાથે ૧૫૬મા રને ઇનિંગ્સ લંબાવવાનો ચાન્સ મળ્યો હતો. ઇશાન્તે બૉલ ફેંક્યા પછી ફૉલો-થ્રુમાં તેનો આસાન કૅચ છોડ્યો હતો.

કુક વિચિત્ર રીતે રનઆઉટ


આ જીવતદાન પછી કુકે આક્રમક ફટકાબાજીથી ડબલ સેન્ચુરીની નજીક પહોંચ્યો હતો, પરંતુ ૧૯૦મા રને હતો ત્યારે વિચિત્ર રીતે રનઆઉટ થઈ ગયો હતો. તે ટેસ્ટકરીઅરમાં પહેલી જ વખત રનઆઉટ થયો હતો. કેવિન પીટરસને સ્ક્વેર લેગ તરફ બૉલ ફટકાયોર્ કે કુક રન લેવા દોડ્યો હતો. જોકે ભારતના બેસ્ટ ફીલ્ડર વિરાટ કોહલીએ સીધો બૉલ નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડના સ્ટમ્પ્સ તરફ ફેંક્યો હતો. કુક ક્રીઝની લગોલગ આવી ગયો હતો, પરંતુ વિરાટે ફેંકેલો બૉલ પોતાને કે પોતાના બૅટને ન વાગે એ માટે તેણે ક્રીઝની બહારથી જ બૅટ ઊંચું કર્યું હતું અને એ જ ક્ષણે વિરાટના થ્રોમાં બૉલ સીધો સ્ટમ્પ્સ પર આવ્યો હતો અને કુક રનઆઉટ થઈ ગયો હતો.

કાયદો શું કહે છે?


ક્રિકેટના કાયદા નંબર ૩૮ (૨એ) મુજબ જો બૅટ્સમૅન દોડીને પોતાની ક્રીઝમાં પહોંચી ગયો હોય અને એમાં આવ્યા બાદ ઈજા ટાળવાના હેતુથી બૉલથી બચવા પાછો ક્રીઝની બહાર જતો રહે અને ત્યારે બૉલ તેના સ્ટમ્પ્સને વાગે તો જ તે રનઆઉટ ન કહેવાય.

મૅચમાં શું બની શકે?


ઇંગ્લૅન્ડ ગઈ કાલે ત્રીજા દિવસે ૧૯૩ રનથી આગળ હતું. આજે આ લીડનોે આંકડો ૩૦૦ રન જેટલો થઈ જશે તો બીજા દાવમાં સ્પિનરો માટે ફાયદારૂપ બની રહેલી પિચ પર ભારતીયોએ મૉન્ટી પનેસર તથા ગ્રેમ સ્વૉનના સ્પિન સામે તેમ જ જેમ્સ ઍન્ડરસનના સ્વિંગ સામે ટકવું ભારે પડી જશે. જોકે ભારતીયોને બેથી ત્રણ મોટી ભાગીદારીઓ મૅચને ડ્રૉમાં લઈ જવામાં મદદરૂપ થઈ શકે. આ મૅચમાં કોઈ ચમત્કાર જ ભારતને વિજય અપાવી શકે. ઇંગ્લૅન્ડ સિરીઝમાં ૨-૧થી સરસાઈ મેળવે એની સંભાવના વધુ જણાય છે.

કૅપ્ટન કુકની પાંચ મૅચમાં પાંચ સદી : ધોનીની ૭૨ મૅચમાં પાંચ


ઍલસ્ટર કુક કૅપ્ટન તરીકે પાંચમી ટેસ્ટમૅચ રમી રહ્યો છે અને આ પાંચેયમાં તેણે સેન્ચુરી ફટકારીને નવો વિશ્વવિક્રમ પોતાના નામે લખાવ્યો છે. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીની સુકાની તરીકે આ ૪૨મી ટેસ્ટમૅચ છે અને આ ૪૨ મૅચમાં તેની માત્ર ચાર સેન્ચુરી છે. તે ૨૦૦૫માં કરીઅર શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ ૭૨ ટેસ્ટમૅચ રમ્યો છે અને એમાં કુલ પાંચ સદી ફટકારી છે, જ્યારે કુકે આ વર્ષમાં પાંચ ટેસ્ટની નવ ઇનિંગ્સમાં પાંચ સેન્ચુરી બનાવી છે. કુકની ૨૩ સદી ઇંગ્લૅન્ડના પ્લેયરોમાં હાઇએસ્ટ છે.


કૅપ્ટન તરીકેની પહેલી પાંચ ટેસ્ટમાં કોનો કેવો પર્ફોર્મન્સ?

કૅપ્ટન

ઇનિંગ્સ

રન

સદી

ઍલસ્ટર કુક

૮૮૯

ડૉન બ્રૅડમૅન

૮૧૦

સુનીલ ગાવસકર

૭૨૩

શિવનારાયણ ચંદરપૉલ

૬૯૫

ગ્રેમ સ્મિથ

૬૯૨



સ્કોર-બોર્ડ


ભારત : પ્રથમ દાવ

૩૧૬ રને ઑલઆઉટ

ઇંગ્લૅન્ડ : પ્રથમ દાવ

૬ વિકેટે ૫૦૯ (કુક ૧૯૦, ટ્રૉટ ૮૭, કૉમ્પ્ટન ૫૭, પીટરસન ૫૪, પ્રાયર ૪૦ નૉટઆઉટ, સમિત ૩૩, સ્વૉન ૨૧ નૉટઆઉટ, એક્સ્ટ્રા બાવીસ, ઓઝા ૧૪૦ રનમાં ત્રણ તેમ જ અશ્વિન ૧૮૩ રનમાં એક અને ઇશાન્ત ૭૮ રનમાં એક વિકેટ, ઝહીર ૮૨ રનમાં એક પણ વિકેટ નહીં, યુવરાજ ૯ રનમાં વિકેટ નહીં)

ભારત છેલ્લાં ૧૨ વર્ષમાં ક્યારેય ઘરઆંગણે સતત બે ટેસ્ટ નથી હાર્યું. જોકે હવે એ સિદ્ધિ અટકી જાય તો નવાઈ નહીં


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2012 08:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK