Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંત-પુજારાનો સંઘર્ષ છતાં અંગ્રેજો મજબૂત સ્થિતિમાં

પંત-પુજારાનો સંઘર્ષ છતાં અંગ્રેજો મજબૂત સ્થિતિમાં

08 February, 2021 10:46 AM IST | Channai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંત-પુજારાનો સંઘર્ષ છતાં અંગ્રેજો મજબૂત સ્થિતિમાં

રિષભ પંતે ૮૮ બૉલમાં ૯ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારીને ૯૧ રન બનાવ્યા હતા. બદ્નસીબે આ વખતે પણ તે પોતાની સેન્ચુરી ચૂકી ગયો હતો. આમ કુલ ચાર વખત તે નર્વસ નાઇન્ટીસનો શિકાર બન્યો હતો.

રિષભ પંતે ૮૮ બૉલમાં ૯ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારીને ૯૧ રન બનાવ્યા હતા. બદ્નસીબે આ વખતે પણ તે પોતાની સેન્ચુરી ચૂકી ગયો હતો. આમ કુલ ચાર વખત તે નર્વસ નાઇન્ટીસનો શિકાર બન્યો હતો.


ભારત અને ઇન્ડિયા વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ ૫૭૮ રનના વિશાળ સ્કોર પર પૂરી થઈ હતી, ત્યાર બાદ પહેલી ઇનિંગમાં રમવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને ટૉપ ઑર્ડરના બૅટ્સમેનોની નિષ્ફળતાને લીધે ટીમે ૭૩ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ચેતેશ્વર પુજારા અને રિષભ પંતે ટીમને સન્માનજનક કહી શકાય એવા સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. દિવસના અંત સુધી ઇન્ડિયાએ ૬ વિકેટ ૨૫૭ રન બનાવ્યા હતા. ફૉલોઓનથી બચવા માટે ભારતને હજી ૧૨૨ રનની જરૂર છે. ભારત હજુ પણ ઇંગ્લૅન્ડના લક્ષ્યથી ૩૨૧ રન પાછળ છે.

ઇંગ્લૅન્ડનો મજબૂત દાવ



જો રૂટની ડબલ સેન્ચુરી બાદ ઇંગ્લિશ ટીમના પૂંછ‍ડિયા ખેલાડીઓએ પણ ભારતીય બોલરોને હેરાન કર્યા હતા, પણ જસપ્રીત બુમરાહે નવમી અને રવિચંદ્રન અશ્વિને દસમી વિકેટ લઈને ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ ૫૭૮ રન પર સમાપ્ત કરી દીધી હતી. આ રનમાં ભારતે કુલ ૪૫ રન એક્સ્ટ્રા આપ્યા હતા. જેમ્સ ઍન્ડરસનની વિકેટ લઈને અશ્વિને એશિયામાં ૩૦૦ ટેસ્ટ-વિકેટ લેવાના હરભજન સિંહના રેકૉર્ડની બરાબરી કરી હતી. ભારત વતી જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને ત્રણ-ત્રણ તથા શાહબાઝ નદીમ અને ઇશાન્ત શર્માને બે-બે વિકેટ મળી હતી.


ભારતની ખરાબ શરૂઆત

ઇંગ્લિશ ટીમે આપેલા ૫૭૮ રનના વિશાળ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ભારતીય ટીમની હાલત પહેલી ઇનિંગમાં ઘણી ભૂંડી થઈ હતી. ટીમે ચોથી ઓવરના ત્રીજા બૉલ પર ઓપનર રોહિત શર્મા (૬ રન)ની મૂલ્યવાન વિકેટ ગુમાવી દીધી હતી. વન-ડાઉન આવેલા ચેતેશ્વર પુજારાએ ઓપનર શુભમન ગિલ સાથે બીજી વિકેટ માટે મોટી પારી રમવાના ઇરાદાથી શરૂઆત કરી હતી, પણ જોફ્રા આર્ચરે રોહિત શર્માને આઉટ કર્યા બાદ શુભમન ગિલ (૨૯)ને પણ સસ્તામાં પૅવિલિયનમાં મોકલી આપ્યો હતો. કૅપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે પણ ખાસ કશું ન કરી શકતાં માત્ર ૧૧ અને ૧ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા.


પુજારાએ લાજ રાખી

વન-ડાઉન ચેતેશ્વર પુજારા અને વિકેટકીપર રિષભ પંતે ફસડાઈ પડેલી ટીમ ઇન્ડિયાની લાજ રાખી હતી. આ બન્ને ખેલાડીઓએ પાંચમી વિકેટ માટે ૧૧૯ રનની પાર્ટનરશિપ કરી હતી. પિચ પર જામી ગયેલા આ બન્ને પ્લેયર્સને ડોમિનિક બેસે આઉટ કર્યા હતા. પુજારાએ ૧૪૩ બૉલમાં ૧૧ ચોગ્ગા ફટકારીને ૭૩ રન કર્યા હતા. ટેસ્ટ મૅચમાં રિષભ પંતે શરૂઆતથી જ પોતાની આક્રમકતા બતાવવાની શરૂ કરી દીધી હતી. પુજારા અને પંત આઉટ થયા બાદ વૉશિંગ્ટન સુંદર અને રવિચંદ્રન અશ્વિન દિવસના અંત સુધી અનુક્રમે ૩૩ અને ૮ રન બનાવીને પિચ પર છે.

ભારે પડી બેસની ચાર વિકેટ

જોફ્રા આર્ચરે શરૂઆતમાં બે વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને ચિંતામાં મૂકી દીધી હતી. ત્યાર બાદ ડોમિનિક બેસે ૨૩ ઓવરમાં ૫૫ રન આપીને ચાર વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની કમર તોડી નાખી હતી. બેસે વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને રિષભ પંતની વિકેટ લીધી હતી.

રૂટનો લાજવાબ કૅચ

બૅટિંગમાં ભારતને હેરાન કર્યા બાદ જો રૂટે ગઈ કાલે પોતાની જબરદસ્ત ફીલ્ડિંગને લીધે પણ લોકોની વાહવાહી મેળવી હતી. જોકે તેના ઇન-ફૉર્મ પ્રદર્શનને લીધે વિરાટસેના મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. વાસ્તવમાં બેસના બૉલ પર સ્ટેપઆઉટ કરવાના પ્રયત્નમાં અજિંક્ય રહાણે કવરની બાજુએ રમી બેઠો અને ત્યાં ફીલ્ડિંગ કરી રહેલા જો રૂટે પોતાની ડાબી બાજુ ડાઇવ મારીને એક હાથથી કૅચ પકડી રહાણેને પૅવિલિયનભેગો કરી દીધો હતો. રૂટે આ કૅચ પકડી લીધો હોવાનો વિશ્વાસ ખુદ રહાણેને પણ થોડી વાર માટે નહોતો બેઠો.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 10:46 AM IST | Channai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK