હાર્દિકને ચોથા ક્રમે મોકલવાનો પ્લાન માસ્ટર સ્ટ્રોક સાબિત થયો

Published: 11th June, 2019 12:10 IST | હરિત જોશી | લંડન

હાર્દિક ૨૦૦ની સ્ટ્રાઇક-રેટે રન બનાવવા માગતો હતો અને તેણે એવું જ કર્યું. ત્યાર બાદ ધોનીએ આવીને હિટિંગ કરી હતી. આ સમય હતો જ્યાં ટીમ મૅનેજમેન્ટ સાથે વાતચીત થવી જરૂરી હતી

ઓસ્ટ્રેલિયાની મેચ સામે હાર્દિક પંડ્યા
ઓસ્ટ્રેલિયાની મેચ સામે હાર્દિક પંડ્યા

શિખર ધવનની સેન્ચુરી અને રોહિત શર્મા અને વિરાટ કોહલીની ફિફ્ટીની મદદથી ભારતે રવિવારે ઐતિહાસિક ઓવલ મેદાનમાં ઑસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે જંગી ૩૫૨ રનનો સ્કોર બનાવ્યો હતો. ઓવલની બૅટિંગની પિચ પર ૩૨૫થી નીચેનો સ્કોર આરામથી ચેઝ કરી શકાય એવો હોય છે એથી સ્કોર ડિફેન્ડ કરવા ભારતે ૩૨૫થી વધુ સ્કોર બનાવવો જરૂરી હતો. ઑસ્ટ્રેલિયા ૩૧૬ રન બનાવી શક્યું અને ભારતને ૩૬ રનથી જીત મળી હતી.

રવિવારે ભારતીય ટીમ મૅનેજમેન્ટે ભારતની બૅટિંગમાં સ્ટ્રોન્ગ પૉઝિશન અને ઓવલની ફ્લૅટ પિચને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને ચોથા ક્રમે રમવા મોકલ્યો હતો અને તેણે ૨૭ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સરની મદદથી ૪૮ રન ફટકાર્યા હતા. કોહલીએ ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું કે ‘પહેલાં એવો પ્લાન બનાવ્યો હતો કે જો હું આઉટ થાઉં તો મહેન્દ્ર સિંહ ધોની આવીને એક છેડો સંભાળશે અને બીજો ખેલાડી (શિખર ધવન) આઉટ થશે તો હાર્દિકને બૅટિંગ કરવા મોકલવામાં આવશે. ઇનિંગ દરમ્યાન હાર્દિકે મને કહ્યું કે એક છેડે જ્યારે હું (કોહલી) ઊભો હોઈશ ત્યારે મને (હાર્દિક) પહેલા બૉલથી આક્રમક બૅટિંગ કરવાની આઝાદી મળશે.

આ પણ વાંચો: World Cup 2019:કેમ પોતાના બેટ પર આ ચિપ લગાડીને રમે છે ડેવિડ વૉર્નર

હાર્દિક ૨૦૦ની સ્ટ્રાઇક-રેટે રન બનાવવા માગતો હતો અને તેણે એવું જ કર્યું. ત્યાર બાદ ધોનીએ આવીને હિટિંગ કરી હતી. આ સમય હતો જ્યાં ટીમ મૅનેજમેન્ટ સાથે વાતચીત થવી જરૂરી હતી. આ એવો ફેઝ હતો જ્યાં અમને એકસ્ટ્રા રન મળી શકે એમ હતા અને તેમણે હાર્દિકને મોકલ્યો. આ ખૂબ સારો પ્લાન હતો.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK