મહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું
ટિમ પેઇન
સિડની ટેસ્ટ મૅચમાં પોતાના ગેરવર્તનને લીધે આલોચકોના શિકાર બનેલા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને બ્રિસ્બેન ટેસ્ટ હાર્યા બાદ સ્વીકાર્યું હતું કે ભારતે કેટલીક મહત્ત્વની ક્ષણોમાં સારો પર્ફોર્મન્સ આપ્યો હતતો, જ્યારે ઑસ્ટ્રેલિયા કેટલીક બાબતોમાં પાછળ રહી ગયું હતું.
મૅચ અને સિરીઝ બાદ યજમાન ટીમના કૅપ્ટન ટિમ પેઇને કહ્યું કે ‘બૅટ, બૉલ અને ફીલ્ડિંગ દ્વારા મૅચમાં આગળ વધવાની અમારી પાસે તક હતી, જે અમે ગુમાવી દીધી. સિડનીમાં થોડાઘણા અંશે અમારી ફીલ્ડિંગમાં પણ આવું કંઈક જોવા મળ્યું હતું અને ગઈ કાલે અમારી બૅટિંગમાં પણ. અમે મહત્ત્વના સમયે પોતાની વિકેટ ગુમાવી દીધી અને પાર્ટનરશિપ ન બનાવી શક્યા. ભારતે દરેક વખતે જરૂર હતી એવા સમયે વિકેટ લીધી. જીતનું સંપૂર્ણ શ્રેય ટીમ ઇન્ડિયાને જાય છે, કારણ કે તેમણે નિર્ણાયક ક્ષણોમાં સારું પ્રદર્શન કર્યું હતું.’