આવતી કાલે અમદાવાદમાં હાઈ વૉલ્ટેજ ટક્કર

Published: 27th December, 2012 04:05 IST

ગઈ કાલે અમદાવાદની હોટેલની બહાર ભારતીય પ્લેયરો તેમ જ પાકિસ્તાની ખેલાડીઓ. રવીન્દ્ર જાડેજા ખૂબ ચર્ચામાં હતો.

તેણે થોડા દિવસ પહેલાં રાજકોટની રણજીમાં વિક્રમજનક ટ્રિપલ સેન્ચુરી કરી હતી. જોકે ખાસ તો કૅપ્ટન ધોનીએ તેને મંગળવારની T20માં પાકિસ્તાન સામેની છેલ્લી ઓવર આપીને ભૂલ કરી અને એમાં તેના થર્ડલાસ્ટ બૉલમાં શોએબ મલિકે સિક્સરથી પાકિસ્તાનને જીત અપાવી એ બદલ જાડેજાની ગઈ કાલે ખૂબ ટીકા થતી હતી. આવતી કાલે અમદાવાદમાં બન્ને દેશ વચ્ચે છેલ્લી T20 (સ્ટાર ક્રિકેટ, સ્ટાર સ્ર્પોટ્સ પર સાંજે ૫.૦૦) છે. ૩૦ વર્ષ જૂના સરદાર પટેલ સ્ટેડિયમમાં પહેલી જ વાર ઇન્ટરનૅશનલ T20 રમાશે. પાકિસ્તાની ટીમ મુંબઈના ટેરર-અટૅક પછી પહેલી વાર ભારતના પ્રવાસે આવી હોવાથી સંવેદનશીલ અમદાવાદ શહેરમાં પ્લેયરો માટે અભૂતપૂર્વ સલામતીનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તસવીરો : નીરવ ત્રિવેદી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK