પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું

Published: 22nd December, 2012 11:01 IST

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ભારત સામે રમાનારી વન-ડે મૅચની ૧૦૦૦ ટિકિટ પોતાના દેશના ક્રિકેટપ્રેમીઓ અને સેલિબ્રિટિઝ માટે માગી છે જે કદાચ થોડા દિવસમાં એને મળી જશે, પરંતુ પચીસમી ડિસેમ્બરે બૅન્ગલોરમાં રમાનારી પ્રથમ T20 અને ત્યાર પછી ૨૮ ડિસેમ્બરે અમદાવાદમાં રમાનારી છેલ્લી T20 માટેની ટિકિટો મગાવવાનું પાકિસ્તાન બોર્ડે માંડી વાળ્યું છે.


અગાઉ આ બોર્ડે બૅન્ગલોર અને અમદાવાદની મૅચની ૫૦૦-૫૦૦ ટિકિટ ભારતીય બોર્ડ પાસે માગી હતી. પાકિસ્તાન બોર્ડને ચેન્નઈ અને કલકત્તાની વન-ડે માટે પણ અગાઉ ૫૦૦-૫૦૦ ટિકિટ જોઈતી હતી, પરંતુ હવે એણે ભારતીય બોર્ડને કહેવડાવ્યું છે કે એને આ બે મૅચની ફક્ત પચીસ-પચીસ ટિકિટ જોઈએ છે.

પાકિસ્તાની ટીમ આજે ભારતમાં


પાકિસ્તાનના ક્રિકેટરો પચીસમી ડિસેમ્બરે ભારતમાં શરૂ થનારી T20 સિરીઝ અને ત્યાર પછીની વન-ડે સિરીઝ રમવા આજે લાહોરથી દિલ્હી થઈને રાત્રે ૯.૦૦ વાગ્યે બૅન્ગલોર પહોંચશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK