વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું

Published: 1st December, 2011 08:24 IST

વિરાટ કોહલીએ ગયા વર્ષે મૅચવિનિંગ સેન્ચુરી ફટકારેલી આવતી કાલે કૅરિબિયનો સામે સિરીઝનો બીજો મુકાબલોવિશાખાપટ્ટનમ : અહીંનું ડૉ. યાય. એસ. રાજાશેખરા રેડ્ડીનું ગ્રાઉન્ડ ભારત માટે બહુ લકી છે. આ મેદાન પર ૨૦૦૫થી અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમાઈ છે અને આ ત્રણેય મૅચ ભારતની છે જેમાં ભારતની જ જીત થઈ છે. આવતી કાલે આ સ્થળે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સિરીઝની બીજી મૅચ (નીઓ ક્રિકેટ પર બપોરે ૨.૩૦)માં મુકાબલો છે. ભારત પાંચ મૅચવાળી આ સિરીઝમાં ૧-૦થી આગળ છે.

વિરાટ કોહલી કટકની મંગળવારની મૅચમાં માત્ર ૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ વિશાખાપટ્ટનમમાં તે મોટી ઇનિંગ્સ રમે એ માટે તેનો ઉત્સાહ વધારતું એક મોટું કારણ એ છે કે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે આ ગ્રાઉન્ડ પરની મૅચમાં તેણે ૧૨૧ બૉલમાં ૧૧૮ રન કરીને ભારતને વિજય અપાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK