ધોનીને ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે: સુનીલ ગાવસકર

Published: Sep 21, 2019, 10:56 IST | નવી દિલ્હી

વર્લ્ડ ટી૨૦ માટે રિષભ પંતને સિલેક્ટ કરી સુનીલ ગાવસકરે કહ્યું...

સુનીલ ગાવસકર
સુનીલ ગાવસકર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ સંદર્ભમાં છેલ્લા લાંબા સમયથી ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટને લઈને ભિન્ન-ભિન્ન વાતો ચાલી રહી છે અને પ્લેયર્સનાં સલાહ-સૂચન લેવાઈ રહ્યાં છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂ‍‍ર્વ પ્લેયર સુનીલ ગાવસકરને ધોનીના સંદર્ભવાળો ઉક્ત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતાં કહ્યું કે આપણી ટીમે હવે ધોની સિવાય આગળ જોવાનો સમય આવી ગયો છે. 

વાસ્તવમાં એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં ગાવસકરે આ વિશે વિસ્તૃતપણે વાત કરતાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં આવતા વર્ષે યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપને ધ્યામાં રાખતાં હું રિષભ પંત પર મારી પસંદગી ઉતારીશ. હવે સમય આવી ગયો છે કે આપણી ટીમ ધોનીથી આગ‍ળ વિચારે. ધોનીએ ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે, પણ વર્લ્ડ ટી૨૦ માટે હું પંતને પસંદ કરીશ.’

આ પણ વાંચો : દ્રવિડ પહોંચ્યો ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં, કોહલી-શાસ્ત્રી સાથે કરી મુલાકાત

નોંધનીય છે કે લાંબા ગાળા માટે ધોનીના વિકલ્પરૂપે વિકેટકીપર તરીકેની જવાબદારી પંતને સોંપવામાં આવી રહી છે પણ તેના નબળા પ્રદર્શનને લીધે તેના સિલેક્શન પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો પંત મૅચ માટે અવેલેબલ ન હોય તો વિકેટકીપર તરીકે ગાવસકરે સંજુ સૅમસનના નામની ભલામણ કરી હતી. જોકે પંતને ચોથા કે પાંચમા કયા નંબરે રમવા ઉતારવો એ પણ ટીમ માટે લાંબા સમયથી ચર્ચામાં રહેલો પ્રશ્ન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK