Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાંચમાંથી ચાર મૅચ જીતવા છતાં ભારત આઉટ

પાંચમાંથી ચાર મૅચ જીતવા છતાં ભારત આઉટ

03 October, 2012 06:01 AM IST |

પાંચમાંથી ચાર મૅચ જીતવા છતાં ભારત આઉટ

પાંચમાંથી ચાર મૅચ જીતવા છતાં ભારત આઉટ




કોલંબો: ભારત ગઈ કાલે T20 વર્લ્ડ કપમાં સુપર એઇટ્સની છેલ્લી મૅચમાં સાઉથ આફ્રિકા સામે છેલ્લા બૉલના થ્રિલરમાં એક રનથી જીતી ગયું હતું, પરંતુ એ પહેલાં જ આ ટુર્નામેન્ટમાંથી ભારત (પૉઇન્ટ : ૪, રનરેટ : -૦.૨૭૪)ની બાદબાકી થઈ ગઈ હતી અને એના બદલે ગ્રુપ ‘ટૂ’માંથી ઑસ્ટ્રેલિયા (પૉઇન્ટ : ૪, રનરેટ : ૦.૪૬૪) સાથે પાકિસ્તાન (પૉઇન્ટ : ૪, રનરેટ : ૦.૨૭૩)ને સેમી ફાઇનલમાં જવા મળ્યું હતું.

ભારતે ૬ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. જો સાઉથ આફ્રિકાને ૧૨૧ રન સુધી સીમિત રાખવામાં સફળતા મળી હોત તો ભારતીયો ચાર પૉઇન્ટ અને પાકિસ્તાન કરતાં ચડિયાતા રનરેટ સાથે સેમીમાં ગયા હોત. જોકે એવું નહોતું બન્યું અને ૨૦૦૭નું ચૅમ્પિયન ભારત આ વખતે પાંચમાંથી ચાર મૅચ જીતવા છતાં લાસ્ટ ફોરથી વંચિત રહ્યું હતું.

સાઉથ આફ્રિકાએ લક્ષ્મીપતિ બાલાજીની ૨૦મી ઓવરના પાંચમા બૉલમાં ૧૫૧ રને મૉર્ની મૉર્કલની ક્લીન બોલ્ડમાં ૧૦મી વિકેટ ગુમાવી એટલે ભારતનો એક રનથી વિજય થયો હતો. જોકે સેમીથી વંચિત રહેલા ભારતીયો ગમગીન ચહેરે પૅવિલિયનમાં પાછા આવ્યા હતા.

આ જ મેદાન પરની આગલી મૅચમાં પાકિસ્તાને શરૂઆતથી ૧૭મી ઓવર સુધી સ્પિન બોલિંગ અટૅક રાખ્યો હતો, જ્યારે ભારતે છેક સાતમી ઓવરમાં મૅન ઑફ ધ મૅચ યુવરાજ સિંહના રૂપમાં સ્પિન બોલિંગની શરૂઆત કરાવી હતી. યુવીએ પહેલા જ બૉલમાં એ. બી. ડિવિલિયર્સની વિકેટ લીધી હતી.

સેમીમાં કોણ કોની સામે?


આવતી કાલે

શ્રીલંકા V/S પાકિસ્તાન

સાંજે ૭.૦૦, કોલંબો

શુક્રવારે

વેસ્ટ ઇન્ડીઝ V/S ઑસ્ટ્રેલિયા

સાંજે ૭.૦૦, કોલંબો

નોંધ : (૧) બધી મૅચો સ્ટાર ક્રિકેટ, સ્ટાર ક્રિકેટ એચડી,  ઈએસપીએન અને ડીડી નૅશનલ પર જોવા મળશે. (૨) આજે રેસ્ટ ડે છે. (૩) ફાઇનલ રવિવારે રમાશે.

સ્કોર-બોર્ડ

ભારત : ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૨ રન (રૈના ૪૫, રોહિત પચીસ, ધોની ૨૩ નૉટઆઉટ, યુવરાજ ૨૧, રૉબિન પીટરસન પચીસ રનમાં બે અને મૉર્ની મૉર્કલ ૨૮ રનમાં બે વિકેટ)

સાઉથ આફ્રિકા : ૧૯.૫ ઓવરમાં ૧૫૧ રને ઑલઆઉટ (ફૅફ ડુ પ્લેસી ૬૫, ઝહીર બાવીસ રનમાં ત્રણ, બાલાજી ૩૭ રનમાં ત્રણ, યુવરાજ ૨૩ રનમાં બે, ઇરફાન ૨૬ રનમાં એક અને અશ્વિન ૨૭રનમાં એક વિકેટ)

ટૉસ : સાઉથ આફ્રિકા


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2012 06:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK