ભારત પોતાની ધરતી પર સાઉથ આફ્રિકા સામે નથી જીત્યુ એક પણ T-20

Sep 13, 2019, 16:30 IST

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 3 મેચની T-20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે જો કે અત્યાર સુધીનો રેકોર્ડ ભારતના પક્ષમાં રહ્યો નથી.

ભારત પોતાની ધરતી પર સાઉથ આફ્રિકા સામે નથી જીત્યુ એક પણ T-20
ફાઈલ ફોટો

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 3 મેચની T-20 સિરીઝ રમશે. આ સિરીઝ 15મી સપ્ટેમ્બરથી ભારતમાં જ શરૂ થશે. ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે અને ભારતીય ટીમ પોતની ધરતી પર રમશે જેનો તેમને ફાયદો થશે. જો કે અત્યાર સુધીનો રેકોર્ડ ભારતના પક્ષમાં રહ્યો નથી. મહત્વનું એ છે કે ભારતીય ટીમ ભારતીય જમીન પર સાઉથ આફ્રિકા સામે T-20માં ક્યારેય જીતી શકી નથી. ભારતીય ટીમ પોતાની ધરતી પર સાઇથ આફ્રિકા સામે જીતની શોધમાં છે.

ભારતીય સાઉથ આફ્રિકા સામે પોતાની ધરતી પર અત્યાર સુધી 3 T-20 રમી છે અને આ મેચોમાંથી એકપણ મેચ ભારત જીતી શક્યું નથી. ભારતે સાઉથ આફ્રિકા સામે ભારતમાં 2015માં 3 T-20 મેચોની સિરીઝ રમી હતી જેમાં 2 મેચ સાઉથ આફ્રિકાએ પોતાના નામે કરી હતી જ્યારે ત્રીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ આ સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. આ સિરીઝમાં પહેલી મેચ ધર્મશાળામાં રમાઈ હતી અને ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો જ્યારે બીજી મેચ કટકમાં રમાઈ હતી આ મેચ સાઉથ આફ્રિકાએ 6 વિકેટથી જીતી હતી અને ત્રીજી મેચ વરસાદના કારણે રમાઈ નહી.

આ પણ વાંચો: લંડનનો મેયર બનવા ઈચ્છા છે આ ભારતીય મૂળનો ઈંગ્લેન્ડ ક્રિકેટર

15 સપ્ટેમ્બરથી શરૂ થનારી સિરીઝની પહેલી મેચ પણ ધર્મશાળામાં રમાવા જઈ રહી છે ત્યારે ભારત પહેલી જીત સાથે આ રેકોર્ડ તોડવા માટે મેદાન પર ઉતરશે. આ સિવાય ભારતીય ટીમ આ રેકોર્ડની બરાબરી કરી સિરીઝ પોતાના નામે કરવા રમશે. T-20માં ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી 14 વાર આમને સામને થયા છે જેમાં 8માં ભારતીય ટીમને જીત મળી છે જ્યારે સાઉથ આફિકાએ 5 મેચ જીતી છે જ્યારે 1 મેચ રદ્દ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK