World Cup 2019: ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું

Published: Jun 10, 2019, 07:20 IST | ઓવલ

ભારતીય ટીમે કરેલા ૩૫૨ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયા ૩૧૬ રનમાં ઑલઆઉટ: ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ભારતના નામે

જોડી જામી ગઈ : શિખર ધવન અને રોહિત શર્મા વચ્ચે થઈ ૧૨૭ રનની ધમાકેદાર પાર્ટનરશિપ.
જોડી જામી ગઈ : શિખર ધવન અને રોહિત શર્મા વચ્ચે થઈ ૧૨૭ રનની ધમાકેદાર પાર્ટનરશિપ.

ગઈ કાલે વર્લ્ડ કપમાં ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને ૩૬ રનથી હરાવ્યું હતું. ઓવલમાં રમાયેલી મૅચમાં ભારતે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ઑસ્ટ્રેલિયાને પછાડ્યું હતું. ભારતે કરેલા ૫ વિકેટે ૩૫૨ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયા ૩૧૬ રન જ કરી શક્યું હતું. શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી તો તમામ બૅટ્સમેનોએ યોગ્ય યોગદાન આપ્યું હતું. ભારતે ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં તમામ ટીમો કરતાં વધુ સ્કોર બનાવવાનો રેકૉર્ડ કર્યો હતો.

ભારતીય બોલરોએ પણ નવા બૉલથી નિયંત્રિત બોલિંગ કરતાં વૉર્નર ૮૪ બૉલમાં માત્ર ૫૬ રન જ કરી શક્યો હતો. સ્મિથની ઇનિંગ પણ ઑસ્ટ્રલિયાને જિતાડવા માટે પૂરતી નહોતી.

ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મૅચમાં ભારતે આપેલા ૩૫૩ રનનો લક્ષ્ય પ્રાપ્ત કરવા મેદાનમાં ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ધીમી રહી અને ૬૧ રનના સ્કોરે ઍરોન ફિન્ચના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી બેઠી. જોકે ત્યાર બાદ ડેવિડ વૉર્નર અને ઉસ્માન ખ્વાજાના રૂપમાં બીજી અને ત્રીજી વિકેટ પડતાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૨૦૨ રન થઈ ચૂક્યો હતો. ટીમ સ્કોરમાં સ્ટીવન સ્મિથે સૌથી વધુ ૬૯ રનનું યોગદાન આપ્યું હતું જે માટે તેણે ૭૦ બૉલ ખચ્ર્યા હતા. આ ૭૦ બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. મૅચની ૩૯મી ઓવર નાખવા આવેલા ભુવનેશ્વરે આક્રમક દેખાતા સ્મિથને એલબીડબ્લ્યુ કરી પૅવિલિયન ભેગો કરી દીધો અને એ જ ઓવરના છેલ્લા બૉલ પર મારકોસ સ્ટોઇનીસની વિકેટ ઝડપવામાં સફળતા મેïïળવી હતી. અંતમાં ઑસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારીત ૫૦ ઓવરમાં ૩૧૬ રનમાં ઑલ આઉટ થઈ હતી.

રસાકસી ભરેલી રોમાંચક મૅચમાં ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ઘણી સારી રહી હતી. પહેલી વિકેટ માટે શિખર ધવન અને રોહિત શર્મા વચ્ચે ૧૨૭ રનની પાર્ટનરશિપ જોવા મળી હતી. પહેલી વિકેટ રોહિતના રૂપમાં પડી હતી જ્યારે તેનો વ્યક્તિગત સ્કોર ૫૭ હતો.

 મૅચમાં બૅટ વડે જબરદસ્ત ફટકાબાજી કરી શિખર ધવને વર્લ્ડ કપની પોતાની ત્રીજી સેન્ચુરી પૂરી કરી હતી. ૧૦૯ બૉલમાં ૧૬ ચોગ્ગા અને ૧૦૭.૩૪ની સ્ટ્રાઇક-રેટથી તેણે ૧૧૭ રન બનાવ્યા હતા. ટીમની ૨૨૦ રનના સ્કોરે બીજી વિકેટ ધવનના રૂપમાં પડતાં કોહલીએ બાજી સંભાળી હતી અને ૭૭ બૉલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી તેણે ૮૨ રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ટૉપ ઑર્ડર ઉપરાંત હાર્દિક પંડ્યા જ્યારે મેદાનમાં ઊતર્યો ત્યારે તેણે પણ ચાહકોને નિરાશ ન કર્યા અને ૨૭ બૉલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૮ રનની ઇનિંગ રમી હતી. આ મૅચમાં થઈ રહેલા રનોના વરસાદમાં હાર્દિક વર્લ્ડ કપમાં પોતાના કરીઅરની પહેલી હાફ સેન્ચુરીથી માત્ર બે રન ચૂકી ગયો હતો.

આ પણ વાંચો : World Cup 2019: રોહિત શર્માએ ઇતિહાસ રચતા સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની અને લોકેશ રાહુલે અનુક્રમે ૨૭ અને ૧૧ રન કર્યા હતા. ઑસ્ટ્રલિયાની ટીમ વતી માર્કસ સ્ટોઇનીસે ૭ ઓવરમાં ૬૨ રન આપી બે વિકેટ લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને નાથન કોલ્ટર-નાઇલને એક-એક વિકેટ મેળવવામાં સફïળતા મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK