Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > India Australia Test: દર્શકો બોલ્યા બેફામ, ઑસ્ટ્રેલિયન ટીમે માફી માંગી

India Australia Test: દર્શકો બોલ્યા બેફામ, ઑસ્ટ્રેલિયન ટીમે માફી માંગી

10 January, 2021 07:01 PM IST | Sydney
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India Australia Test: દર્શકો બોલ્યા બેફામ, ઑસ્ટ્રેલિયન ટીમે માફી માંગી

તસવીર- એએનઆઇ

તસવીર- એએનઆઇ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં રંગભેદની ટિપ્પણી બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની માફી માંગી છે. ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે રંગભેદ અંગે ટીપ્પણી કરવા સાથે અપશબ્દો પણ કહ્યાં હતા. આ જ પ્રકારની ઘટના મેચના ત્રીજા દિવસે પણ થઈ હતી. જસપ્રીત બુમરાહ અને સિરાજ બન્નેએ આ અંગે ફરિયાદ પણ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીએ આરોપ મૂક્યો છે ભારતીય બૉલર મોહંમદ સિરાજને (Mohammed Siraj) રવિવારે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન (India vs Australia 3rd Test) ઑસ્ટ્રેલિયાના દર્શકોના એક સમૂહે બ્રાઉન ડૉગ અને બિગ મંકી જેવા શબ્દો વપરી તેનું અપમાન કર્યુ ંહતું. ત્યારબાદ પોલીસે ઓસ્ટ્રેલિયાના છ દર્શકોને બહાર કાઢ્યા હતા. ઓસ્ટ્રેલિયાના દર્શકોની આ પ્રકારની વર્તણુક અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સમક્ષ માફી માંગી છે અને સોશિયલ મીડિયા પર એક નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારના વ્યવહાર માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઝિરો ટોલરન્સ નીતિ છે.




 

ઑસ્ટ્રેલિયન ટીમે દર્શકોને કહ્યું કે જો તમે રંગભેદની ટીપ્પણીઓ કરો છો તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં તમારું સ્વાગત નહીં કરવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે બોર્ડ ICC તપાસની રાહ જોઈ રહ્યું છે. એક વખત દોષિતોની ઓળખ કરવામાં આવશે તો તેની સામે પગલા ભરવામાં આવશે. તેમણે કહ્યુ કે યજમાન તરીકે ભારતીય ક્રિકેટમાં અમે અમારા મિત્રોની માંફી માંગી છીએ. સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ પ્રમાણે NSW અને ICC સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના ગ્રાઉન્ડ ઓપરેટર્સ પણ દોષિતોને પકડવા માટે કામ કરી રહ્યા છે. ગ્રાઉન્ડમાં 800થી વધારે કેમેરા લાગેલા છે અને કોરોના વાઈરસને લીધે ઓથોરિટી પાસે મેચ જોવા માટે આવેલા 10 હજાર 75 દર્શકોની જાણકારી છે.


વિરાટ કોહલી પણ આ ઘટનાની ટિકા કરી હતી અને આકરા પગલાં લેવાવા જોઇએ તેવી ડિમાન્ડ કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 07:01 PM IST | Sydney | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK