Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતના ચાર મેડલ પાક્કા બૉક્સિંગ વર્લ્ડ કપમાં

ભારતના ચાર મેડલ પાક્કા બૉક્સિંગ વર્લ્ડ કપમાં

18 December, 2020 06:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ચાર મેડલ પાક્કા બૉક્સિંગ વર્લ્ડ કપમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જર્મનીના કોલોગ્નેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારતના ચાર મેડલ પાક્કા થઈ ગયા છે. ૫૨ કિલોગ્રામ વર્ગમાં અમિત પંઘલે ફાઇનલમાં પ્રવેશ્યા બાદ આ આંકડો ચાર થયો હતો. સપોર્ટ સ્ટાફમાં એક વ્યક્તિ કોરોના-પૉઝિટિવ હોવાથી ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.

અમિત પંઘલે ફ્રેન્ચના બિલાલ બેન્નામાને ૫-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં ત્રણ મહિલા ૭૫ કિલોગ્રામ વર્ગમાં પૂજા રાની, ૫૭ કિલોગ્રામ વર્ગમાં મનીષા અને ૬૦ કિલોગ્રામ વર્ગમાં સિમરન કૌર ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં પહોંચી હતી.



સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ‘ફિઝિયોથેરપિસ્ટ રોહિત કશ્યપ કોરોના-પૉઝિટિવ આવ્યો છે, પણ બૉક્સરો સુરક્ષિત છે. તેમની તપાસ કરવામાં આવી હતી અને તેઓ નેગેટિવ જોવા મળ્યા હતા. ફિઝિયોથેરપિસ્ટને આઇસોલેટ કરવામાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2020 06:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK