મૅચ પર અમારી મજબૂત પકડ : અશ્વિન

Published: 19th December, 2014 07:06 IST

ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે તેની ટીમ ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં અત્યારે આગળ છે તેમ જ સવારે જલદી વિકેટ લેવાનો પ્રયત્ન કરશે. અશ્વિને પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘અમારે થોડા વધુ રન કરવાની જરૂર હતી. હું જે રીતે આઉટ થયો એને કારણે નિરાશ છું.’

સ્પિનર કર્ણ શર્મા વિશે તેણે કહ્યું હતું કે ‘આવું થયા કરે છે. માત્ર મારી સાથે જ નથી થયું, અગાઉ પણ ઘણા ક્રિકેટરો સાથે થયું છે અને આગળ પણ થતું રહેશે. જરૂરિયાત પ્રમાણે ખેલાડીઓની પસંદગી થતી હોય છે.’

૨૦૧૧-’૧૨માં પણ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર આવી ચૂકેલા અશ્વિને કહ્યું હતું કે અહીં તમારે ઘણી ચોક્કસ રીતે બોલિંગ કરવાની હોય છે તેમ જ બૅટ્સમૅન ભૂલ કરે એની રાહ જોવાની હોય છે.

હેઝલવુડનો તરખાટ, પણ ઉમેશે રાખી લાજ

પોતાની પહેલી જ મૅચ રમી રહેલા ઑસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે તમામ વાહવાહી મેળવી હતી, પરંતુ ઉમેશ યાદવે ત્રણ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાને ૨૨૧ રનમાં ચાર વિકેટ સુધી અંકુશમાં રાખ્યું હતું. બ્રિસ્બેન ટેસ્ટના બીજા દિવસે ભારતની પહેલી ઇનિંગ્સ માત્ર ૪૦૮ રનમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે વળતી લડતનું નેતૃત્વ લઈ નૉટઆઉટ ૬૪ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયા હજી ભારતના સ્કોર કરતાં ૧૮૭ રન પાછળ છે.

ઑસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોએ જો વિકેટ આડેધડ ફેંકી દીધી ન હોત તો તેમની સ્થિતિ અલગ હોત. સ્મિથે શૉન માર્શ (૩૨) સાથે ચોથી વિકેટ માટે ૮૭ રનની ભાગીદારી કરી હતી. ખરાબ પ્રકાશને કારણે મૅચ નિયત સમય કરતાં વહેલી સમાપ્ત કરવામાં આવી હતી. ત્યારે કૅપ્ટન સ્મિથ અને મિચલ માર્શ ૭ રને રમતમાં હતા. યાદવને સ્પિનર અશ્વિનનો સાથ સાંપડ્યો હતો. તેણે પણ એક વિકેટ લીધી હતી.

પહેલા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર હતું. જોકે એનો લાભ ઉઠાવી શક્યું નહોતું. ૩૧૧ પર ચાર વિકેટના સ્કોરમાં માત્ર ૯૭ રન જ ઉમેરી શક્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK