રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ રમવા ઉતરશે મેદાનમાં, ચાહકો છે આતુર

Published: Nov 02, 2019, 15:01 IST | નવી દિલ્હી

આ રવિવાર ક્રિકેટ પ્રેમીઓનો રોમાંચ ચરમસીમાએ હશે. કારણ કે ભારત અને પાકિસ્તાન બંને મેચ રમવા જઈ રહ્યા છે.

ભારતીય ટીમ
ભારતીય ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝ પહેલા મુકાબલામાં બાંગ્લાદેશની સામે રમશે. આ દિવસે પાકિસ્તાનની ટીમ પણ ઑસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝની શરૂઆત કરશે. રવિવારનો દિવસ ક્રિકેટના ચાહકો માટે સુપર સંડે થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો ભલે એકબીજા સાથે ન રમી રહી હોય પરંતુ એક દિવસ બંનેનો મુકાબલો જરૂર થવાનો છે.

ભારત 3 મેચની ટી-20 સીરિઝનો પહેલો મુકાબલો બાંગ્લાદેશની સાથે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમમાં રમવાનું છે. ત્યાં જ ઑસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાનની ટીમ સિડનીમાં રમવા ઉતરશે. પાકિસ્તાનની ટીમનો મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે શરૂ થશે જ્યારે ભારત અને બાંગ્લાદેશનો મુકાબલો સાંજે 7 વાગ્યે થશે. ભારત અને પાકિસ્તાન બંનેની ટીમો ટી20 સીરિઝ ત્રણ મેચની છે. એટલે જે મેચ જીતશે તેને લીડ મળશે.

આ મેચ દિલ્હીના દૂષિત વાતાવરણના કારણે ચર્ચામાં છે. તમામ આલોચકો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દિલ્હીમાં આ મેચ કરાવવા મામલે તીખી આલોચના કરી રહ્યા છે. જો કે બાંગ્લાદેશ અને ભારતના ખેલાડીઓને કોઈ સમસ્યા નથી.

આ પણ જુઓઃ હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

બાંગ્લાદેશના ખેલાડીઓએ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી. તેમને કોચે પણ કહ્યું હતું કે મેચ માત્ર 3 જ કલાકનો હોય છે અને આટલા ઓછા સમય માટે ખેલાડી પરેશાનીઓનો સામનો કરવા માટે તૈયાર છે.  ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા છે. રોહિતે ખરાબ વાતાવરણ થતા પણ મેચ રમવાનો નિર્ણય લીધો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK