'કિસમેં કિતના હૈ દમ' : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

Updated: Jun 09, 2019, 11:04 IST | ઓવલ

વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ટુર્નામેન્ટમાં હવે રોમાંચ જામતો જાય છે. ત્યારે આ રોમાંચ વચ્ચે લોકો જે મેચની રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ. વર્લ્ડ કપમાં આ મેચ જોવા માટે લોકો ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

ભારત-ઓસ્ટ્રેલિયા (PC : AP)
ભારત-ઓસ્ટ્રેલિયા (PC : AP)

વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ટુર્નામેન્ટમાં હવે રોમાંચ જામતો જાય છે. ત્યારે આ રોમાંચ વચ્ચે લોકો જે મેચની રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ. વર્લ્ડ કપમાં આ મેચ જોવા માટે લોકો ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. એક તરફ બે વાર વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર અને બીજી તરફ પાંચ વાર વર્લ્ડ કપનું ટાઇટલ જીતનાર ટીમો છે. બંને ટીમો આ વખતે પણ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. ત્યારે આ મેચ બાદ ખ્યાલ આવશે કે આ ટાઇટલ જીતવા માટે કોણ વધુ દાવેદાર છે.વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે 11 મેચ રમાઇ ચુકી છે
બંને ટીમોના રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે 11 વર્લ્ડકપ મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 8 અને ઇન્ડિયાએ 3 મેચ જીતી છે. ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઇન્ડિયા છેલ્લા 36 વર્ષથી જીત મેળવી શકી નથી. 5 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયા છેલ્લા 10 મેચથી અપરાજિત છે, તો ટીમ ઇન્ડિયા તેની સામેની છેલ્લી ત્રણેય મેચ હાર્યું છે. તેવામાં આજે કોહલીની સેના ફિન્ચ એન્ડ કંપનીને કઈ રીતે માત આપે છે તે જોવા ક્રિકેટ ચાહકો ઉત્સુક છે.વેધર અને પીચ રિપોર્ટ
ઓવલમાં સવારમાં વરસાદ પડી શકે છે. તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ મેદાન પર 300થી વધુ રન થાય તેમ જણાય છે. બંને કેપ્ટન ટોસ જીતીને બેટિંગ પસંદ કરશે.

Australian Cricket Team (PC : AP)
ઓસ્ટ્રેલિયાના પ્લસ & માઇન્સ પોઇન્ટ
છેલ્લી 10 મેચથી અપરાજિત ઓસ્ટ્રેલિયાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. સ્ટીવ સ્મિથ અને મિચેલ સ્ટાર્કનું ફોર્મ કાંગારું માટે સૌથી સારા સમાચાર છે. સ્મિથ ભારતીય સ્પિનને સરળતાથી રમી શકે છે અને એક છેડો સાચવીને બેટિંગ કરી શકે છે. જો તે આવું કરવામાં સફળ રહે તો તેની આસપાસ બેટિંગ કરનાર ઉસ્માન ખ્વાજા, ગ્લેન મેક્સવેલ અને માર્ક્સ સ્ટોઈનિસને જોરદાર ફાયદો થશે. સ્મિથ ઉપરાંત સ્ટાર્કનું ફોર્મ. તે ભારતના ઓપનર્સને જલ્દી પેવેલિયન ભેગા કરે તો લોવર-મિડલ ઓર્ડરમાં અનુભવની કમી હોવાથી ટીમ ઇન્ડિયા દબાણમાં આવી જશે.

સ્ટાર્ક અને કમિન્સ સિવાય ઓસ્ટ્રેલિયામાં વિકેટ ટેકર્સની કમી છે. જો ભારતીય ઓપનર્સ તેમનો સ્પેલ સાચવીલે તો અન્ય બોલર્સ તેમની જેવી હાવી થઇ શકે તેમ નથી. દબાણમાં ફસકી પડે છે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન. વેસ્ટ ઇન્ડિઝ સામે શોર્ટ બોલમાં કાંગારુંએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. તેવામાં ઇન્ડિયન ટીમ ફરી એક એ રણનીતિ સાથે મેદાને ઉતરી શકે છે.

Team India (PC : AP)
ભારતના પ્લસ & માઇન્સ પોઇન્ટ
મેચની પૂર્વ સંધ્યાએ ઓસ્ટ્રેલિયાના કપ્તાન આરોન ફિન્ચે કોહલીને નિશાન બનાવતા કહ્યું હતું કે તેને દરેક રન માટે મહેનત કરવી પડશે. જયારે કોઈ કોહલીને સ્લેજ કરવાની કોશિશ કરે છે, ત્યારે કોહલી વિરાટ રૂપ ધારણ કરી લે છે. ઓસ્ટ્રેલિયાને આ ભૂલ ભારે પડી શકે છે. ટીમ ઇન્ડિયાનું ટોપ ઓર્ડર તેમની સૌથી મોટી તાકત છે. તે ઉપરાંત ઓવલની પીચ સ્પિનર્સને મદદ કરતી હોવાથી યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ/ રવિન્દ્ર જાડેજાની હાજરીથી ભારતને ફાયદો થઇ શકે છે.

 

લોકેશ રાહુલ અને કેદાર જાધવ દબાણમાં કેવી રીતે રમે છે, તે કદાચ મેચનું રિઝલ્ટ નક્કી કરી શકે તેમ છે. જો ભારતના ટોપ 3 ફ્લોપ રહે તો રાહુલ અને જાધવ ઉપર બેટિંગની જવાબદારી વધી જાય છે. તેમની પાસે અન્ય જેટલો અનુભવ છે નહીં અને આ બાબત ભારતની વિરુદ્ધ જઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK