Ind Vs NZ Weather:જાણો માન્ચેસ્ટરમાં કેવું છે હવામાન, આવી છે શક્યતા

માન્ચેસ્ટર | Jul 10, 2019, 10:27 IST

વરસાદ શરૂ થયો ત્યાં સુધી ન્યૂઝીલેન્ડની ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. હવે બાકીની 3.5 ઓવરમાં ન્યૂઝીલેન્ડ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે. જો કે આજે પણ માન્ચેસ્ટરમાં વરસાદની શક્યતા છે. જાણો કેવું રહેવાનું છે હવામાન

Ind Vs NZ Weather:જાણો માન્ચેસ્ટરમાં કેવું છે હવામાન, આવી છે શક્યતા

World Cup 2019માં વરસાદ પોતાની અસર બતાવી ચૂક્યો છે. હવે જ્યારે વર્લ્ડ કપ તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે પણ વરસાદ વિલન બની રહ્યો છે. લીગ મેચો બાદ હવે વરસાદ સેમીફાઈનલની મજા પણ બગાડી રહ્યો છે. વરસાદના કારણે પહેલા દિવસે સેમીફાઈનલની મેચ પૂરી નથી રમાઈ. હવે બુધવારે જો વરસાદ નહીં પડે, તો મંગળવારે મેચ અટકી હતી ત્યાંથી જ પૂરી કરવામાં આવશે. સેમીફાઈનલમાં પહેલા દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. વરસાદ શરૂ થયો ત્યાં સુધી ન્યૂઝીલેન્ડની ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. હવે બાકીની 3.5 ઓવરમાં ન્યૂઝીલેન્ડ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે. જો કે આજે પણ માન્ચેસ્ટરમાં વરસાદની શક્યતા છે. જાણો કેવું રહેવાનું છે હવામાન

બપોરે પડી શકે છે વરસાદ

મંગળવાની સરખામણીએ બુધવારે માન્ચેસ્ટરમાં વરસાદની શક્યતા ઓછી છે. જો કે માન્ચેસ્ટરના સમય પ્રમાણે બપોરે 12 વાગ્યાથી વરસાદ પડી શકે છે. સવારે માન્ચેસ્ટરમાં હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ 12 વાગ્યા બાદ સતત વાદળ છવાઈ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે મંગળવારે પણ આવું જ અનુમાન લગાવ્યું હતું. પરં ભારે વરસાદને કારણે 50 ઓવરની રમત પણ નહોતી રમાઈ શકી.

india vs new zeland weather

ફાસ્ટ બોલર્સને મળશે મદદ

હવામાન વિભાગના રિપોર્ટ પ્રમામે બુધવારે વરસાદની શક્યતા 20 ટકા છે. તો હવામાં ભેજ પણ રહેશે. જો કે મંગળવારે પડેલા વરસાદને કારણે પીચ ભીની હોઈ શકે છે, પરિણામે મેચ શરૂ થવામાં મોડું તઈ શકે છે. હવામાં ભેજને કારણે ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. સેમીફાઈનલના પહેલા દિવસે ભારતીય બોલર્સે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. હવે ન્યૂ ઝીલેન્ડના બોલર્સ આ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે. બીજી તરફ જો બપોરે વરસાદ પડશે તો ડકવર્થ લુઈસનો પણ મહત્વનો રોલ રહશે. ડકવર્થ લુઈસ આધારે તો ટાર્ગેટ નક્કી થશે તો ટીમ ઈન્ડિયા માટે નુક્સાન છે. જો ટીમ ઈન્ડિયા ઓછામાં ઓછી 20 ઓવર બેટિંગ કરે તો જ મેચનું પરિણામ આવશે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સીધા જ ફાઈનલમાં પહોંચી શકે છે ભારત

જો રિઝર્વ ડે એટલે કે બુધવારે પણ વરસાદના કારણે મેચ ન રમાઈ તો ભારત સીધા જ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. ICCના નિયમ પ્રમાણે જો વરસાદના કારણે સેમી ફાઈનલ રદ થઈ જાય તો લીગ રાઉન્ડમાં સારુ પ્રદર્શન કરનારી ટીમ ફાઈનલમાં ક્વોલિફાય કરી લેશે. એટલે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK