IND VS NZ:ત્રીજી T20માં ભારતે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ

Feb 10, 2019, 12:31 IST

ટીમ ઈન્ડિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી20ની સિરીઝની આજે ત્રીજી અને છેલ્લી મેચ છે. સિરીઝમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે. એટલે આજનો મુકાબલો ચાહકો માટે સુપર સન્ડે સાબિત થઈ શકે છે.

IND VS NZ:ત્રીજી T20માં ભારતે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ
આજે સિરીઝની ફાઈનલ મેચ

ટીમ ઈન્ડિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી20ની સિરીઝની આજે ત્રીજી અને છેલ્લી મેચ છે. સિરીઝમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે. એટલે આજનો મુકાબલો ચાહકો માટે સુપર સન્ડે સાબિત થઈ શકે છે. ત્રીજી ટી20 સિરીઝની ફાઈનલ મેચ છે.

ટીમ ઈન્ડિયાએ મેચની સાથે સાથે સિરીઝ જીતવા માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. યુઝવેન્દ્ર ચહલના બદલે કુલદીપ યાદવને પ્લેઈંગ 11માં સમાવાયો છે. તો ન્યૂઝીલેન્ડ તરફથી બ્લેક ટીકનર ડેબ્યુ કરશે. ન્યૂઝીલેન્ડે પણ પ્લેઈંગ ઈલેવનમાં પરિવર્તન કર્યું છે. ફાસ્ટ બોલર લૉકીના બદલે ફર્ગ્યુસનને તક અપાઈ છે.

ધોનીની 300મી T20 મેચ

આજની મેચમાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની નવો રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે. ધોનીની આ 300મી T20 મેચ છે. 300 ટી20 રમનાર ધોની પહેલો ભારતીય ખેલાડી છે.

આ પણ વાંચોઃ યુવીના મતે ધોની આ કારણથી વર્લ્ડકપની ટીમમાં છે જરૂરી

આજની ટીમ

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ

ન્યુઝીલેન્ડની ટીમ: ટિમ સેઈફર્ટ ( વિકેટકીપર), કોલીન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, ડેરેલ મિશેલ, સ્કોટ કુંગલેઇન, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેક ટીકનર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK