Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > NZvIND : ટી20 શ્રેણી જીતના માટે ન્યુઝીલેન્ડે ભારતને 213 રનનો લક્ષ્યાંક

NZvIND : ટી20 શ્રેણી જીતના માટે ન્યુઝીલેન્ડે ભારતને 213 રનનો લક્ષ્યાંક

10 February, 2019 02:26 PM IST |

NZvIND : ટી20 શ્રેણી જીતના માટે ન્યુઝીલેન્ડે ભારતને 213 રનનો લક્ષ્યાંક

તસવીર સૌજન્યઃPTI

તસવીર સૌજન્યઃPTI


ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાય રહેલી ટી20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટીંગ કરતા ભારતને જીતવા માટે 213 રનના લક્ષ્યાંક આપ્યો છે. ભારતે ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 212 રન કર્યા હતા. કિવી તરફથી કોલિન મુનરોએ સૌથી વધુ 72 રન કર્યા હતા. તો સિફર્ટે 43 રન, સુકાની વિલિયમસને 27 રનની ઇનીંગ રમી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડની શરૂઆત આક્રમક રહી હતી



પહેલી બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર ઓપનર કોલિન મુનરો અને ટીમ સિફર્ટે આક્રમક શરૂઆત અપાવી હતી. બંન્નેએ પહેલા પાવરપ્લેમાં જ 66 રન ઝુડી કાર્યા હતા. ભારતીય ટીમને પહેલી સફળતા આઠમી ઓવરમાં કુલદીપ યાદવે અપાવી હતી. ટીમનો સ્કોર 80 રન હતો, ત્યારે ટિમ સિફર્ટ (43) રન બનાવી આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 3 સિક્સ અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કોલિન મુનરોએ 28 બોલમાં પોતાના ટી20 કરિયરની નવમી અડધી સદી પૂરી કરી હતી. તેણે ક્રુણાલ પંડ્યાની ઓવરમાં સિક્સ ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. મુનરો અને કેને બીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 135 રન હતો ત્યારે મુનરો (76)ને કુલદીપે પોતાનો શિકાર બનાવ્યો હતો. મુનરોએ 40 બોલમાં 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી.


ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન (27)ને ખલીલ અહમદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 21 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે 150ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. કોલિન ડિ અને ડેરિલ મિશેલે ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. ભુવનેશ્વર કુમારે ઈનિંગની 19મી ઓવરમાં કોલિન ડિ ગ્રાન્ડહોમ (30)ને આઉટ કરીને ભારતને ચોથા સફળતા અપાવી હતી. તેણે 16 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી.

ભારત તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 26 રન આપીને બે સફળતા મેળવી હતી. ક્રુણાલ પંડ્યા સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. તેને એકપણ સફળતા મળી નહતી. હાર્દિકે 4 ઓવરમાં એકપણ વિકેટ ઝડપ્યા વિના 44 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 37 રન આપીને એક સફળતા મેળવી હતી. ખલીલ અહમદને પણ એક સફળતા મળી હતી.


ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 શ્રેણી 1-1ની બરોબરી પર

રોહિત શર્મા ક્રુણાલ પંડ્યાના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને 1-1થી હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી હતી. આ ભારતની ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ જીત હતી. પ્રથમ ટી20 મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં વાપસી કરી અને શ્રેણી બરોબર કરી હતી. હવે બંન્ને ટીમો વચ્ચે ત્રીજી મેચ ખૂબ નિર્ણાયક છે.

આ પણ વાંચોઃ સિરીઝ હારી ચૂકેલી ભારતની વિમેન્સ ટીમ બૅટિંગ સુધારવાનો કરશે પ્રયાસ

ભારતની પાસે ઈતિહાસ રચવાની તક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ પહેલા એક દ્વિપક્ષીય ટી20 સિરીઝ 2008-09માં રમાઈ હતી. જેમાં ભારતનો 2-0થી પરાજય થયો હતો. અંતિમ મેચ હેમિલ્ટનમાં રમાશે. જ્યાં ભારતીય ટીમ ચોથી વનડેમાં માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પણ ટીમ ઇન્ડિયાનો ઈરાદો મજબૂત છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 02:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK