સિરીઝ હારી ચૂકેલી ભારતની વિમેન્સ ટીમ બૅટિંગ સુધારવાનો કરશે પ્રયાસ

Feb 10, 2019, 11:12 IST

ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ આજની મૅચ રમીને હાઇએસ્ટ T૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો બનાવશે વર્લ્ડ રેકૉર્ડ

સિરીઝ હારી ચૂકેલી ભારતની વિમેન્સ ટીમ બૅટિંગ સુધારવાનો કરશે પ્રયાસ
હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં ભારત ન્યુ ઝીલૅન્ડ સામે T૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝ હારી જવા બાદ આજે રમાનારી ત્રીજી અને છેલ્લી મૅચમાં આશ્વાસન જીત મેળવવા મેદાનમાં ઊતરશે. પહેલી બન્ને મૅચમાં સ્મૃતિ મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ સિવાય બીજી કોઈ ખેલાડી લાંબી ઇનિંગ્સ નહોતી રમી શકી.

ટીમ-મૅનેજમેન્ટે ભારતની વન-ડે કૅપ્ટન મિતાલી રાજને આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ત્ઘ્ઘ્ વર્લ્ડ T૨૦ કપની ટીમ તૈયાર કરવા સ્થાન આપવામાં નથી આવ્યું. હરમનપ્રીતે મીડિયાને કહ્યું હતું કે ‘અમે ભવિષ્યની ટીમ તૈયાર કરી રહ્યાં છીએ. અત્યારે મુશ્કેલી નડી શકે પણ ટીમનું ફ્યુચર સારું હશે. અમારી પાસે ઘણી યંગ ટીમ છે. ટીમના બહુ ઓછા ખેલાડીઓએ ૩૦ મૅચ રમી છે. ઘણી ખેલાડીએ ૧૦ T૨૦ ઇન્ટરનૅશનલ મૅચ પણ નથી રમી. તેમની પાસે શીખવાનો આ બહુ સારો મોકો છે.’

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ઇન્ડિયા A ટીમે બનાવ્યા 6 વિકેટે 540 રન

ભારતની બોલરોએ બીજી મૅચમાં સારું પર્ફોર્મ કર્યું હતું, કિવી ટીમે ૧૩૬ રનનો મામૂલી ટાર્ગેટ છેલ્લા બૉલે ચેઝ કર્યો હતો. સ્મૃતિ-જેમાઇમા સહિત હરમનપ્રીત, દીપ્તિ શર્મા, દયાલન હેમલતા અને અરુંધતી રેડ્ડી પર રન બનાવવાની જવાબદારી રહેશે. કિવી ઓપનર સુઝી બેટ્સ આજે ૧૧૧મી T૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમીને આ ફૉર્મેટમાં હાઇએસ્ટ મૅચ રમનાર ખેલાડી બનશે. ભારતે મૅચ જીતવા આક્રમક ખેલાડીઓ સુઝી બેટ્સ અને ઍમી સૅટરથ્વેઇટને જલદી આઉટ કરવી પડશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK