ભારતીય બૅટ્સમેનો ગઈ કાલે ફરી ફ્લૉપ રહેતાં ટીમે ૨૨૭ રનથી હારી જોવી પડી. ઇંગ્લૅન્ડના કૅપ્ટને આ મૅચમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી, પણ કોઈ ભારતીય બૅટ્સમૅન સેન્ચુરી પણ ફટકારી નહોતો શક્યો. જોકે છેલ્લા એકાદ વર્ષની એટલે કે પહેલી જાન્યુઆરી ૨૦૨૦ પછીની વાત કરીએ તો ટેસ્ટમાં ભારત તરફથી માત્ર એક જ સેન્ચુરી નોંધાઈ છે, જે બધી જ ટીમની સરખમાણીમાં સૌથી ઓછી છે. ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં કૅપ્ટન અજિંક્ય રહાણેએ એ એકમાત્ર સેન્ચુરી ફટકારી હતી. નવાઈની વાત એ છે કે આ સમયગાળામાં ઝિમ્બાબ્વે-બંગલા દેશ-પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ પણ ભારત કરતાં આગળ છે. આ મામલે ઇંગ્લૅન્ડ સૌથી વધુ ૧૦ સેન્ચુરી સાથે ટૉપ પર છે. ૮ મૅચમાં ૭ સેન્ચુરી સાથે પાકિસ્તાન બીજા નંબરે છે.
છેલ્લા એક વર્ષમાં કઈ ટીમે કેટલી સેન્ચુરી ફટકારી
ટીમ મૅચ સેન્ચુરી
ઇંગ્લૅન્ડ ૧૨ ૧૦
પાકિસ્તાન ૮ ૭
ન્યુ ઝીલૅન્ડ ૭ ૬
શ્રીલંકા ૬ ૫
ઑસ્ટ્રેલિયા ૫ ૪
બંગલા દેશ ૩ ૪
સાઉથ આફ્રિકા ૭ ૩
વેસ્ટ ઇન્ડીઝ ૬ ૨
ઝિમ્બાબ્વે ૩ ૨
ભારત ૭ ૧
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST